સૈયદ મુસ્તાક અલી ટ્રોફી 2024: આઈપીએલમાં ન વેચાયેલા આ 4 ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન, ઉર્વિલે પટેલે બે સદી ફટકારી

Syed Mushtaq Ali Trophy 2024: સૈયદ મુસ્તાક અલી ટ્રોફી 2024માં શ્રેયસ ઐયરની આગેવાની હેઠળ મુંબઈની ટીમ ચેમ્પિયન બની. તેણે ફાઇનલ મેચમાં મધ્ય પ્રદેશને 5 વિકેટે હરાવ્યું

Written by Ashish Goyal
December 16, 2024 15:07 IST
સૈયદ મુસ્તાક અલી ટ્રોફી 2024: આઈપીએલમાં ન વેચાયેલા આ 4 ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન, ઉર્વિલે પટેલે બે સદી ફટકારી
Syed Mushtaq Ali Trophy 2024 : સૈયદ મુસ્તાક અલી ટ્રોફી 2024માં શ્રેયસ ઐયરની આગેવાની હેઠળ મુંબઈની ટીમ ચેમ્પિયન બની (Pics : @MumbaiCricAssoc)

Most Wickets, Runs in Syed Mushtaq Ali Trophy 2024: સૈયદ મુસ્તાક અલી ટ્રોફી (SMAT 2024) 2024માં શ્રેયસ ઐયરની આગેવાની હેઠળ મુંબઈની ટીમ ચેમ્પિયન બની છે. તેણે ફાઇનલ મેચમાં મધ્ય પ્રદેશને 5 વિકેટે હરાવ્યું હતું. મુંબઈએ બીજી વખત સૈયદ મુસ્તાક અલી ટ્રોફી જીતી છે. ફાઇનલ મેચમાં મુંબઇના શાર્દુલ ઠાકુરે 2 વિકેટ ઝડપી હતી.

ખાસ વાત એ છે કે ઈન્ડિયન પ્રીમિયર લીગની મેગા હરાજીમાં શાર્દુલ ઠાકુર અને અતીત શેઠ આ બંને ખેલાડીઓને કોઇએ ખરીદ્યા ન હતા. શાર્દુલ ઠાકુરની બેઝ પ્રાઈઝ 2 કરોડ રૂપિયા હતી, જ્યારે અનકેપ્ડ અતીત શેઠની બેઝ પ્રાઇઝ 30 લાખ રૂપિયા હતા. સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં સૌથી વધુ વિકેટ ઝડપનારાઓની યાદીમાં આ બંને ખેલાડીઓ અનુક્રમે ત્રીજા અને પાંચમા ક્રમે રહ્યા હતા.

શાર્દુલ ઠાકુરે 15 અને અતીત શેઠે 14 વિકેટ ઝડપી

શાર્દુલ ઠાકુરે 9 મેચની 9 ઇનિંગ્સમાં 10.51ની ઈકોનોમીથી 15 વિકેટ ઝડપી હતી અને તે મહારાષ્ટ્રના મુકેશ ચૌધરી સાથે સંયુક્તપણે ત્રીજા ક્રમે સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલર રહ્યો હતો. જ્યારે અતીત શેઠે 9 મેચની 9 ઇનિંગ્સમાં 22.00ની એવરેજ અને 10.44ની ઇકોનોમીથી 14 વિકેટ ઝડપી હતી. તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 3/41 રહ્યું હતું.

ઉર્વિલ પટેલે 2 સદી ફટકારી હતી

એટલું જ નહીં ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનારા ટોપ 10 બેટ્સમેનોમાં સામેલ હાર્વિક દેસાઇ અને ઉર્વિલ પટેલને પણ આઇપીએલમાં કોઇ ખરીદદાર મળ્યો ન હતો. ગુજરાતના ઉર્વિલ પટેલે 6 મેચની 6 ઇનિંગ્સમાં 78.75ની એવરેજથી 229.92ની સ્ટ્રાઇક રેટથી 315 રન નોંધાવ્યા હતા. આ ટૂર્નામેન્ટમાં 2 સદી ફટકારનારો તે એકમાત્ર બેટ્સમેન રહ્યો હતો. તેનો હાઈએસ્ટ સ્કોર અણનમ 115 રન હતો. તેણે ટૂર્નામેન્ટમાં કુલ 22 ચોગ્ગા અને 29 છગ્ગા ફટકાર્યા હતા.

આ પણ વાંચો – ચેમ્પિયન્સ ટ્રોફી : ભારત અને પાકિસ્તાનનો મુકાબલો દુબઈમાં યોજાશે, આ રહેશે શરતો

હાર્વિક દેસાઈએ 3 અડધી સદી ફટકારી

સૈયદ મુસ્તાક અલી ટ્રોફી 2024માં સૌરાષ્ટ્રના હાર્વિક દેસાઈએ સૈયદ મુસ્તાક અલી ટ્રોફી 2024માં 8 મેચની 8 ઈનિંગમાં 152.35ના સ્ટ્રાઈક રેટથી 40.37ની એવરેજથી 323 રન ફટકાર્યા હતા. હાર્વિક દેસાઈએ ટૂર્નામેન્ટમાં 3 અડધી સદી ફટકારી હતી. તેનો હાઈએસ્ટ સ્કોર અણનમ 76 રન હતો. તેણે ટૂર્નામેન્ટમાં કુલ 39 ચોગ્ગા અને 13 છગ્ગા ફટકાર્યા હતા. આઇપીએલની મેગા હરાજીમાં ઉર્વિલ પટેલ અને હરવિક દેસાઈની બેઝ પ્રાઈઝ રુપિયા 30-30 લાખ હતી.

સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2024 – સૌથી વધારે રન બનાવનાર ટોપ 5 પ્લેયર્સ

  • અજિંક્ય રહાણે (મુંબઈ) – 469 રન
  • રજત પાટીદાર (મધ્ય પ્રદેશ) – 428 રન
  • સકીબુલ ગની (બિહાર) – 353 રન
  • શ્રેયસ ઐયર (મુંબઇ) – 345 રન
  • કરણ લાલ (બંગાળ) – 338 રન

સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2024 – સૌથી વધારે વિકેટ ઝડપનાર ટોપ 5 પ્લેયર્સ

  • જગજીત સિંહ (ચંદીગઢ) – 18 વિકેટ
  • કુમાર કાર્તિકેય (મધ્ય પ્રદેશ) – 17 વિકેટ
  • મુકેશ ચૌધરી (મહારાષ્ટ્ર) – 15 વિકેટ
  • શાર્દુલ ઠાકુર (મુંબઈ) – 15 વિકેટ
  • શ્રેયસ ગોપાલ (કર્ણાટક) – 14 વિકેટ

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ