ટી-20 વર્લ્ડ કપ : ભારત અને પાકિસ્તાન 15 વર્ષ પછી એકસાથે સેમિ ફાઇનલમાં, 2007 વાળો બની રહ્યો છે સંયોગ

T20 World Cup 2022 : ભારતીય ટીમ 2007માં એમએસ ધોનીની આગેવાનીમાં ચેમ્પિયન બની હતી. આ પછી તે ફક્ત એક વખત ફાઇનલમાં પહોંચી શકી છે

Written by Ashish Goyal
Updated : November 07, 2022 15:00 IST
ટી-20 વર્લ્ડ કપ : ભારત અને પાકિસ્તાન 15 વર્ષ પછી એકસાથે સેમિ ફાઇનલમાં, 2007 વાળો બની રહ્યો છે સંયોગ
ભારતીય ક્રિકેટ ટીમે ટી-20 વર્લ્ડ કપના ઇતિહાસમાં ચોથી વખત સેમિ ફાઇનલમાં સ્થાન બનાવ્યું છે (તસવીર સોર્સ - @HoodaOnFire/@T20WorldCup)

India And Pakistan In T20 World Cup: આઈસીસી ટી-20 વર્લ્ડ કપ 2022ની બીજી સેમિ ફાઇનલમાં 10 નવેમ્બરે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાશે. ખરાબ શરૂઆત પછી પાકિસ્તાન ક્રિકેટ ટીમ પણ સેમિ ફાઇનલમાં પહોંચી ગઇ છે. તે 9 નવેમ્બરે પ્રથમ સેમિ ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે. ભારત અને પાકિસ્તાનની ટીમ 15 વર્ષો પછી એકસાથે ટી-20 વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં પહોંચી છે. આ પહેલા બન્ને 2007માં એકસાથે સેમિ ફાઇનલમાં પહોંચ્યા હતા.

ભારતીય ક્રિકેટ ટીમે ટી-20 વર્લ્ડ કપના ઇતિહાસમાં ચોથી વખત સેમિ ફાઇનલમાં સ્થાન બનાવ્યું છે. ભારતીય ટીમ 2007માં એમએસ ધોનીની આગેવાનીમાં ચેમ્પિયન બની હતી. આ પછી તે ફક્ત એક વખત ફાઇનલમાં પહોંચી શકી છે. બીજી તરફ પાકિસ્તાનની ટીમ છઠ્ઠી વખત ટી-20 વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં પહોંચી છે. તે સૌથી વધારે સેમિ ફાઇનલમાં ક્વોલિફાય કરનારી ટીમ છે. જોકે ભારતની જેમ તે ફક્ત એક જ વખત (2009) ચેમ્પિયન બની શકી છે.

આ પણ વાંચો – ટી-20 વર્લ્ડ કપ 2022 : આઈસીસીનો મોટો નિર્ણય, સેમિ ફાઇનલ, ફાઇનલ માટે બદલ્યો નિયમ

ટી-20 વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાનું પ્રદર્શન

વર્ષટીમનું પ્રદર્શન
2007ચેમ્પિયન
2009સુપર-8માં સ્થાન મેળવ્યું
2010સુપર-8માં સ્થાન મેળવ્યું
2012સુપર-8માં સ્થાન મેળવ્યું
2014ફાઇનલમાં
2016સેમિ ફાઇનલમાં
2021સુપર-12માં સ્થાન મેળવ્યું

ટી-20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનનું પ્રદર્શન

વર્ષટીમનું પ્રદર્શન
2007ફાઇનલમાં
2009ચેમ્પિયન
2010સેમિ ફાઇનલમાં
2012સેમિ ફાઇનલમાં
2014સુપર-10માં
2016સુપર-10માં
2021સેમિ ફાઇનલમાં

ટીમ ઇન્ડિયા માટે 2007 ટી-20 વર્લ્ડ કપમાં જેવા સમીકરણ બન્યા હતા તેવા 15 વર્ષ પછી હવે બની રહ્યા છે. 2007માં ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે પ્રથમ સેમિ ફાઇનલ મેચ રમાઇ હતી. પાકિસ્તાનનો તે મેચમાં 6 વિકેટે વિજય થયો હતો.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ