IND vs SA Final Head To Head Records : ટી 20 વર્લ્ડ કપ 2024 ફાઇનલ, ભારત વિ. દક્ષિણ આફ્રિકા હેડ ટુ હેડ, કોનો છે દબદબો

India vs South Africa Final Head To Head Stats: ટી 20 વર્લ્ડ કપ 2024નો ફાઇનલ મુકાબલો ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે. આ મેચ 29 જૂનને શનિવારના રોજ ભારતીય સમય પ્રમાણે રાત્રે 8.00 કલાકેથી શરુ થશે

Written by Ashish Goyal
June 28, 2024 16:14 IST
IND vs SA Final Head To Head Records : ટી 20 વર્લ્ડ કપ 2024 ફાઇનલ, ભારત વિ. દક્ષિણ આફ્રિકા હેડ ટુ હેડ, કોનો છે દબદબો
IND vs SA Stats & Records in T20 World Cup: ટી 20 વર્લ્ડ કપ 2024નો ફાઇનલ મુકાબલો ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે

T20 World Cup 2024 Final IND vs SA, ટી 20 વર્લ્ડ કપ 2024 ફાઇનલ, ભારત વિ. દક્ષિણ આફ્રિકા હેડ ટુ હેડ : ટી 20 વર્લ્ડ કપ 2024નો ફાઇનલ મુકાબલો ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે. આ મેચ 29 જૂનને શનિવારના રોજ ભારતીય સમય પ્રમાણે રાત્રે 8.00 કલાકેથી શરુ થશે. બન્ને ટીમોએ અત્યાર સુધી આ ટૂર્નામેન્ટમાં એકપણ મેચ ગુમાવી નથી. બન્ને ટીમો અજેય છે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટી 20 હેડ ટુ હેડ રેકોર્ડ વિશે જણાવી રહ્યા છીએ.

ભારત વિ દક્ષિણ આફ્રિકા હેડ ટુ હેડ રેકોર્ડ્સ (India vs South Africa Match Results)

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટી 20 ક્રિકેટમાં હેડ ટુ હેડ રેકોર્ડની વાત કરીએ તો ભારતનું પલડું સહેજ ભારે છે. ટી 20 ક્રિકેટમાં અત્યાર સુધી બંને ટીમ વચ્ચે 26 મેચ રમાઇ છે. જેમાં ભારત 14 મેચ જીત્યું છે અને દક્ષિણ આફ્રિકા 11 મેચ જીત્યું છે. એક મેચમાં અનિર્ણિત રહી છે. ટી 20 વર્લ્ડ કપની વાત કરવામાં આવે તો ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 6 મેચો રમાઇ છે. જેમાં ચાર મેચમાં ભારતનો અને 2 મેચમાં દક્ષિણ આફ્રિકાનો વિજય થયો છે.

ભારતના હોમગ્રાઉન્ડમાં રેકોર્ડ (India Home Ground Results)

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ભારતના ઘરઆંગણે કુલ 8 મેચો રમાઇ છે. જેમાં ભારતનો 5 મેચમાં વિજય થયો છે. જ્યારે 3 મેચમાં દક્ષિણ આફ્રિકાનો વિજય થયો છે.

દક્ષિણ આફ્રિકાના હોમગ્રાઉન્ડમાં રેકોર્ડ (South Africa Home Ground Results)

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે દક્ષિણ આફ્રિકાના હોમગ્રાઉન્ડમાં 12 મેચો રમાઇ છે. જેમાં ભારતનો 6 મેચમાં વિજય થયો છે. જ્યારે દક્ષિણ આફ્રિકાનો 6 મેચમાં વિજય થયો છે. તટસ્થ સ્થળે બન્ને વચ્ચે 5 મેચો રમાઇ છે. જેમાં ભારતનો 3 મેચમાં અને દક્ષિણ આફ્રિકાનો 2 મેચમાં વિજય થયો છે.

India vs South Africa Match Results
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટી 20 ક્રિકેટમાં હેડ ટુ હેડ રેકોર્ડની વાત કરીએ તો ભારતનું પલડું સહેજ ભારે છે

આ પણ વાંચો – ટી 20 વર્લ્ડ કપ ફાઇનલ અને રિઝર્વ ડે ના દિવસે પણ વરસાદનો ખતરો, જાણો તો કોણ બનશે ચેમ્પિયન

ભારત-દક્ષિણ આફ્રિકા છેલ્લા 5 ટી 20 મુકાબલા

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે છેલ્લા 5 ટી 20 મુકાબલાની વાત કરવામાં આવે તો દક્ષિણ આફ્રિકાનો દબદબો જોવા મળે છે. છેલ્લા 5 મુકાબલામાં ભારતનો 1 મેચમાં વિજય થયો છે. જ્યારે દક્ષિણ આફ્રિકાનો 3 મેચમાં વિજય થયો છે. એક મેચ રદ થઇ હતી. જોકે છેલ્લી બે મેચની વાત કરવામાં આવે તો એકમાં ભારત અને એકમાં દક્ષિણ આફ્રિકાનો વિજય થયો છે.

ભારત અને દક્ષિણ આફ્રિકા સંભવિત પ્લેઇંગ ઇલેવન

ભારત : રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, ઋષભ પંત, શિવમ દૂબે, સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, હાર્દિક પંડ્યા, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ.

દક્ષિણ આફ્રિકા : ક્વિન્ટન ડી કોક, રીઝા હેન્ડ્રીક્સ, એડન માર્કરામ (કેપ્ટન), ટ્રિસ્ટન સ્ટબ્સ, હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, માર્કો જેન્સેન, કેશવ મહારાજ, કાગિસો રબાડા, ઓટ્ટનીલ બાર્ટમેન, એનરિચ નોર્ટજે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ