ટી 20 વર્લ્ડ કપ 2024 : ઓસ્ટ્રેલિયાના આ 5 ખેલાડીઓ બની શકે છે ખતરો, આઈપીએલમાં આવું છે પ્રદર્શન

T20 World Cup 2024 : ઓસ્ટ્રેલિયાની ટીમ વર્લ્ડ કપ જીતવા માટે પ્રબળ દાવેદાર છે. અમે અહીં ઓસ્ટ્રેલિયાના 5 એવા ખેલાડીઓ વિશે વાત કરી રહ્યા છે. જે બધી ટીમોને ભારે પડી શકે છે

Written by Ashish Goyal
Updated : May 16, 2024 18:12 IST
ટી 20 વર્લ્ડ કપ 2024 : ઓસ્ટ્રેલિયાના આ 5 ખેલાડીઓ બની શકે છે ખતરો, આઈપીએલમાં આવું છે પ્રદર્શન
ઓસ્ટ્રેલિયન ક્રિકેટર પેટ કમિન્સ અને ટ્રેવિસ હેડ (તસવીર - ઇન્સ્ટાગ્રામ)

T20 World Cup 2024 : ટી 20 વર્લ્ડ કપ 2024 આ વર્ષે વેસ્ટ ઈન્ડીઝ અને અમેરિકામાં સંયુક્ત રીતે યોજાશે. 1 જૂનથી શરૂ થનાર આ ટી 20 વર્લ્ડ કપ 2024માં કુલ 20 ટીમો ભાગ લઈ રહી છે. આ વર્લ્ડ કપમાં 20 ટીમોને 4 ગ્રુપમાં વહેંચવામાં આવી છે અને દરેક ગ્રુપમાં 5-5 ટીમો છે. ઓસ્ટ્રેલિયાની ટીમ વર્લ્ડ કપ જીતવા માટે પ્રબળ દાવેદાર છે. અમે અહીં ઓસ્ટ્રેલિયાના 5 એવા ખેલાડીઓ વિશે વાત કરી રહ્યા છે. જે બધી ટીમોને ભારે પડી શકે છે.

ટ્રેવિસ હેડ

ટી 20 ક્રિકેટમાં સૌથી આક્રમક બેટિંગની વાત આવે તો હાલના સમયે ટ્રેવિસ હેડનું નામ સૌથી મોખરે આવે છે. હેડ હાલમાં આઈપીએલમાં રમી રહ્યો છે અને ત્યાં પણ ધૂમ મચાવી રહ્યો છે. હેડે આઈપીએલની આ સિઝનમાં 11 મેચમાં 53.30ની એવરેજથી 533 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 201.89ની સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા છે. જેના પરથી તેની આક્રમકતાનો અંદાજ આવી જાય છે.

ડેવિડ વોર્નર

ડેવિડ વોર્નર આઈપીએલ-2024ની સિઝનમાં અપેક્ષા પ્રમાણે પ્રદર્શન કરી શક્યો નથી. તેણે આ સિઝનમાં 8 મેચમાં 168 રન જ બનાવ્યા છે. જેમાં ફક્ત એક અડધી સદી ફટકારી છે. તેનું ફોર્મ હાલ ભલે ખરાબ રહ્યું હોય પણ તેને નજર અંદાજ કરવો ભારે પડી શકે તેમ છે. તે એકલા હાથે બાજી પલટાવી દેવામાં સક્ષમ છે.

આ પણ વાંચો – ટી 20 વર્લ્ડ કપ 2024 શેડ્યૂલ, ભારત-પાકિસ્તાન મેચ આ દિવસે રમાશે

પેટ કમિન્સ

ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર ખેલાડી પેટ કમિન્સે હાલના દિવસોમાં પોતાની અલગ ઓળખ ઉભી કરી છે. તે કેપ્ટન તરીકે આઈપીએલમાં પણ પોતાનું પ્રભુત્વ બતાવ્યું છે. જોકે ટી 20 વર્લ્ડ કપમાં મિચેલ માર્શની કેપ્ટનશિપ સોંપી છે. કમિન્સે આઈપીએલમાં 12 મેચમાં 14 વિકેટ ઝડપી છે. જેમાં બેસ્ટ પ્રદર્શન 43 રનમાં 3 વિકેટ છે. બેટિંગમાં ખાસ કમાલ કરી શક્યો નથી.

માર્કોસ સ્ટોઇનિસ

માર્કોસ સ્ટોઇનિસ ઓસ્ટ્રેલિયા માટે મિડલ ઓર્ડરમાં ઉપયોગી બેટિંગ કરવા માટે જાણીતો છે. સ્ટોઈનિસે આઈપીએલમાં શાનદાર ફોર્મમાં છે. તેણે આઈપીએલની આ સિઝનમાં 13 મેચમાં 360 રન ફટકાર્યા છે. જેમાં 1 સદી અને 2 અડધી સદી ફટકારી છે. તેની સ્ટ્રાઇક રેટ 149.37ની રહી છે.

ગ્લેન મેક્સવેલ

ગ્લેન મેક્સવેલ હાલ ખરાબ ફોર્મમાંથી પસાર થઇ રહ્યો છે. આઈપીએલ 2024માં 8 મેચમાં ફક્ત 36 રન બનાવી શક્યો છે. સ્ટ્રાઇક રેટથી પણ 100થી નીચે રહી છે. કંગાળ ફોર્મ હોવા છતા તેને નજર અંદાજ કરી શકાય નહીં. કારણ કે તે એકલા હાથે બાજી પલટાવવામાં સક્ષમ છે. ભારતમાં યોજાયેલા વન-ડે વર્લ્ડ કપમાં આપણે આવી ઘણી ઇનિંગ્સો જોઇ હતી. જેમાં એકલા હાથે ટીમને જીત અપાવી હતી.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ