ટી 20 વર્લ્ડ કપ 2024 : પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા સુપર 8 ની રેસમાંથી બહાર, ઇંગ્લેન્ડ પણ જો અને તો ના ભરોસે

T20 World Cup 2024 Super 8 Qualification Scenario : ટી 20 વર્લ્ડ કપ સૌથી વધારે અપસેટનો વર્લ્ડ કપ ગણવામાં આવે તો નવાઇ નહીં. કારણ કે પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા જેવી ટીમો સુપર 8 ના રેસમાંથી બહાર થઇ ગઇ છે. જ્યારે ઇંગ્લેન્ડ પણ જો અને તો ના ભરોસે છે

Written by Ashish Goyal
Updated : June 14, 2024 23:55 IST
ટી 20 વર્લ્ડ કપ 2024 : પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા સુપર 8 ની રેસમાંથી બહાર, ઇંગ્લેન્ડ પણ જો અને તો ના ભરોસે
ટી-20 વર્લ્ડ કપ ટ્રોફી (તસવીર - એક્સપ્રેસ)

T20 World Cup 2024 : ટી 20 વર્લ્ડ કપ 2024માં તેનો લીગ રાઉન્ડ અંતિમ તબક્કા તરફ આગળ વધી રહ્યો છે. ત્યારે કઇ ટીમો સુપર 8 માં પ્રવેશ કરશે તે ધીરે-ધીરે સ્પષ્ટ થઇ રહ્યું છે. આ વર્લ્ડ કપ સૌથી વધારે અપસેટનો વર્લ્ડ કપ ગણવામાં આવે તો નવાઇ નહીં. કારણ કે પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા જેવી ટીમો સુપર 8 ના રેસમાંથી બહાર થઇ ગઇ છે. જ્યારે ઇંગ્લેન્ડ પણ જો અને તો ના ભરોસે છે. જો તે પણ બહાર થઇ જશે તો વર્લ્ડ કપ માટે દાવેદાર ટોચની 4 ટીમો બહાર થઇ જશે.

ગ્રુપ સી માંથી ન્યૂઝીલેન્ડ બહાર

ગ્રુપ સી માંથી ન્યૂઝીલેન્ડ સુપર 8 ની રેસમાંથી બહાર થઇ ગયું છે. ન્યૂઝીલેન્ડ 2 મેચ રમ્યું છે અને બન્ને મેચમાં પરાજય થયો છે. તેની હવે 2 મેચ બાકી છે. જો બન્ને મેચમાં જીત મેળવશે તો પણ બહાર થઇ જશે. કારણ તો પણ તેના 4 પોઇન્ટ જ થાય. આ ગ્રુપમાંથી અફઘાનિસ્તાન અને વેસ્ટ ઇન્ડીઝ 6-6 પોઇન્ટ સાથે સુપર-8માં પહોંચી ગયા છે.

ટીમમેચજીતહારરદપોઈન્ટરનરેટ
અફઘાનિસ્તાન330064.230
વેસ્ટ ઇન્ડીઝ330062.596
યુગાન્ડા31202-4.217
પપુઆ ન્યૂ ગુએના30300-0.886
ન્યૂઝીલેન્ડ20200-2.425

ગ્રુપ ડી માંથી શ્રીલંકા બહાર

શ્રીલંકાની વાત કરવામાં આવે તો ટી 20 વર્લ્ડ કપ 2024 ગ્રુપ ડી માં શ્રીલંકા 1 પોઇન્ટ સાથે સૌથી નીચે પાંચમાં સ્થાને છે. તે પણ સુપર 8 ની રેસમાંથી બહાર થઇ ગયું છે. તેનો 3 મેચમાંચી 2 માં પરાજય થયો છે અને 1 મેચ રદ થઇ છે. તેની હવે ફક્ત એક મેચ બાકી છે. આ ગ્રુપમાંથી દક્ષિણ આફ્રિકા 6 પોઇન્ટ સાથે સુપર 8 માં પહોંચી ગયું છે અને બાંગ્લાદેશના 3 મેચમાં 4 પોઇન્ટ છે અને તે પણ પહોંચી જશે તે નિશ્ચિત છે.

ટીમમેચજીતહારરદપોઈન્ટરનરેટ
સાઉથ આફ્રિકા330060.603
બાંગ્લાદેશ321040.478
નેધરલેન્ડ્સ31202-0.408
નેપાળ20111-0.539
શ્રીલંકા30211-0.777

આ પણ વાંચો – ટી20 વર્લ્ડ કપ 2024: ઈંગ્લેન્ડ ટીમે ઓમાનને માત્ર 19 બોલમાં હરાવી રચ્યો ઈતિહાસ

ગ્રુપ એ માં પાકિસ્તાન બહાર

ગ્રુપ એ માંથી ભારત 6 પોઇન્ટ સાથે સુપર 8 માં ક્વોલિફાય થઇ ગયું છે. બીજી તરફ અમેરિકા પણ 5 પોઇન્ટ સાથે સુપર 8 માં પહોંચી ગયું છે. અમેરિકાના 4 મેચમાં 5 પોઇન્ટ છે. વરસાદને કારણે અમેરિકા અને આયર્લેન્ડ વચ્ચેની મેચ ધોવાઈ ગઈ છે. ભારે વરસાદના કારણે ટોસ પણ થયો ન હતો અને મેચ રદ કરવામાં આવી હતી. આ મેચ રદ થતા જ અમેરિકા 5 પોઇન્ટ સાથે સુપર 8 માં પહોચી ગયું છે. બીજી તરફ પાકિસ્તાનના અભિયાનનો અંત આવ્યો છે. પાકિસ્તાન હવે તેની છેલ્લી લીગ મેચમાં જીત મેળવશે તો પણ તે ક્વોલિફાય થઇ શકશે નહીં

ટીમમેચજીતહારરદપોઈન્ટરનરેટ
ભારત330061.137
યુનાઇડેટ સ્ટેટ્સ ઓફ અમેરિકા421150.127
પાકિસ્તાન312020.191
કેનેડા31202-0.493
આયર્લેન્ડ30211-1.712

ઇંગ્લેન્ડ ઉપર પણ ખતરો

ગ્રુપ બી માં બે વખતની ચેમ્પિયન ઇંગ્લેન્ડની ટીમ ઉપર પણ ખતરો છે. આ ગ્રુપમાંથી ઓસ્ટ્રેલિયા 6 પોઇન્ટ સાથે સુપર 8 માં પહોંચી ગયું છે. સ્કોટલેન્ડ 3 મેચમાં 5 પોઇન્ટ સાથે બીજા સ્થાને છે. જ્યારે ઇંગ્લેન્ડ 3 મેચમાં 3 પોઇન્ટ સાથે ત્રીજા સ્થાને છે. સ્કોટલેન્ડ તેની અંતિમ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. જો આ મેચમાં તે જીત મેળવશે તો તે સુપર 8 માં ક્વોલિફાય થઇ જશે. આ સિવાય વરસાદના કારણે મેચ રદ થાય તો પણ તેને ફાયદો થશે અને 6 પોઇન્ટ સાથે સુપર 8 માં પહોંચી જશે.

ટીમમેચજીતહારરદપોઈન્ટરનરેટ
ઓસ્ટ્રેલિયા330063.580
સ્કોટલેન્ડ320142.164
ઇંગ્લેન્ડ311133.081
નામીબિયા31202-2.098
ઓમાન40400-3.062

બીજી તરફ ઇંગ્લેન્ડે અંતિમ મેચમાં નામીબિયા સામે રમવાનું છે. તેના માટે જીત જરુરી છે. જો આ મેચ વરસાદના કારણે રદ થાય તો તે પણ તે બહાર થઇ જશે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ