Vijay Hazare Trophy: મોહમ્મદ શમી હજુ પણ ફિટ નથી? બંગાળ માટે વિજય હજારે ટ્રોફીની પ્રથમ મેચ નહીં રમે

Mohammed Shami Not Play In Vijay Hazare Trophy: ભારતીય ક્રિકેટ ટીમનો ફાસ્ટ બોલર મોહમ્મદ શમી છેલ્લા એક વર્ષથી ટીમ ઈન્ડિયા તરફથી મેચ રમી શક્યો નથી.

Written by Ajay Saroya
December 20, 2024 09:36 IST
Vijay Hazare Trophy: મોહમ્મદ શમી હજુ પણ ફિટ નથી? બંગાળ માટે વિજય હજારે ટ્રોફીની પ્રથમ મેચ નહીં રમે
Mohammed Shami: મોહમ્મદ શમી ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર છે. (Photo: mdshami.11)

Mohammed Shami Not Play In Vijay Hazare Trophy: ભારતના દિગ્ગજ ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની ફિટનેસ હજુ પણ ચર્ચાનું કારણ છે. બ્રિસબેન ટેસ્ટ બાદ રોહિત શર્માએ શમીની ફિટનેસ અંગે અપડેટ માગી હતી. હવે મોટા સમાચાર એ છે કે બંગાળે વિજય હજારે ટ્રોફીની પ્રથમ મેચ માટે આ ફાસ્ટ બોલરને આરામ આપવાનો નિર્ણય લીધો છે. ક્રિકેટ એસોસિએશન ઓફ બેંગાલ (સીએબી)એ ગુરુવારે આ જાહેરાત કરી હતી.

મોહમ્મદ શમી 2023માં વર્લ્ડ કપ બાદ કોઈ મેચ રમ્યો નથી

મોહમ્મદ શમી છેલ્લે 2023ના વન ડે વર્લ્ડકપમાં ટીમ ઇન્ડિયા તરફથી રમ્યો હતો. શમીએ ઘૂંટણની સર્જરી બાદ લાંબા સમય બાદ ડોમેસ્ટિક ક્રિકેટમાં પુનરાગમન કર્યું હતુ. ત્યારબાદ બેંગલુરુમાં બીસીસીઆઈના હાઈ પરફોર્મન્સ દરમિયાન તે ઈજામાંથી બહાર આવી રહ્યો હતો.

મોહમ્મદ શમીની ડોમેસ્ટિક ક્રિકેટમાં વાપસી

મોહમ્મદ શમીએ ડોમેસ્ટિક ક્રિકેટ સાથે વાપસી કરી હતી. તેણે બંગાળ માટે શાનદાર વાપસી કરી હતી અને સાત વિકેટ ઝડપી હતી અને ટીમને રણજી ટ્રોફીની આ સિઝનમાં પ્રથમ જીત અપાવવામાં મદદ કરી હતી. તાજેતરમાં જ પુરી થયેલી સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં તેણે નવ વિકેટ ઝડપી હતી. જો કે, તેના ઘૂંટણમાં સોજો હજી પણ ચિંતાનો વિષય છે જે ડોમેસ્ટિક ટી 20 મેચ દરમિયાન આવ્યો હતો.

રોહિત શર્માને બ્રિસબેનમાં ડ્રો થયેલી ત્રીજી ટેસ્ટ બાદ મોહમ્મદ શમીની ઉપલબ્ધતા અંગે પૂછવામાં આવતા તે ગુસ્સે થયો હતો. મને લાગે છે કે એનસીએ (નેશનલ ક્રિકેટ એકેડેમી) માંથી કોઈએ તેના વિશે વાત કરવી જોઈએ કે તે ક્યા રિહેબિલિટેશન કરી રહ્યો છે. તેમણે જ આવીને અમને કોઇ અપડેટ્સ આપવાની જરૂર છે.

અમે કોઇ જોખમ લઇશું નહીં : રોહિત શર્મા

રોહિત શર્માએ કહ્યું કે, હું સમજું છું કે તે ઘરઆંગણે ઘણી ક્રિકેટ મેચ રમી રહ્યો છે, પરંતુ તેના ઘૂંટણ વિશે પણ કેટલીક ચિંતાઓ છે. જ્યાં સુધી અમને તેની ફિટનેસ વિશે 200 ટકા ખાતરી ન થાય ત્યાં સુધી અમે કોઈ જોખમ લઈશું નહીં.

વિજય હઝારે ટ્રોફીમાં મોહમ્મદ શમીની ભાગીદારીને ચેમ્પિયન્સ ટ્રોફી સહિતની આગામી આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ્સ માટે તેની ઉપલબ્ધતા નક્કી કરવાની દિશામાં એક મહત્ત્વનું પગલું માનવામાં આવી રહ્યું છે. ઓસ્ટ્રેલિયાના રિઝર્વ બોલરમાં સામેલ ફાસ્ટ બોલર મુકેશ કુમાર પણ સુદીપ કુમાર ઘરામીની આગેવાની હેઠળની બંગાળની ટીમમાં સામેલ છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ