નારાયણ જગદીશન : ટીમ ઇન્ડિયાનો નવો ઉગતો સિતારો, સતત 5 સદી ફટકારી, 277ની ઇનિંગ્સ રમી રોહિત-વિરાટનો રેકોર્ડ તોડ્યો

Narayan Jagadeesan records: નારાયણ જગદીશને 141 બોલમાં 25 ફોર, 15 સિક્સરની મદદથી 277 રન બનાવ્યા, આ સિવાય વિજય હઝારે ટ્રોફીમાં સતત 5 સદી ફટકારનાર પ્રથમ પ્લેયર બન્યો

Written by Ashish Goyal
November 22, 2022 16:47 IST
નારાયણ જગદીશન : ટીમ ઇન્ડિયાનો નવો ઉગતો સિતારો, સતત 5 સદી ફટકારી, 277ની ઇનિંગ્સ રમી રોહિત-વિરાટનો રેકોર્ડ તોડ્યો
આઈપીએલ 2022માં નારાયણ જગદીશન ચેન્નઇ સુપરકિંગ્સનો ભાગ હતો (તસવીર- સીએસકે ટ્વિટર)

Narayan Jagadeesan Records: વિજય હઝારે ટ્રોફીમાં તમિલનાડુના વિકેટકીપર બેટ્સમેન નારાયણ જગદીશનનું શાનદાર ફોર્મ યથાવત્ છે. તેણે સોમવારે અરુણાચલ પ્રદેશ સામે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં સતત પાંચમી સદી ફટકારી છે. આ મેચમાં તેણે 141 બોલમાં 277 રનની ઇનિંગ્સ રમી હતી અને લિસ્ટ-એ ક્રિકેટમાં સર્વશ્રેષ્ઠ વ્યક્તિગત સ્કોરનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

અલી બ્રાઉનનો રેકોર્ડ તોડ્યો

આ પહેલા આ રેકોર્ડ ઇંગ્લેન્ડના અલી બ્રાઉનના નામે હતો. તેણે 2002માં 268 રનની ઇનિંગ્સ રમી હતી. ટીમ ઇન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા આ મામલામાં ત્રીજા નંબરે છે. તેણે 2014માં શ્રીલંકા સામે 264 રનની ઇનિંગ્સ રમી હતી. આઈપીએલ 2022માં નારાયણ જગદીશન ચેન્નઇ સુપરકિંગ્સનો ભાગ હતો. મહેન્દ્રસિંહ ધોનીની આગેવાનીવાળી ફ્રેન્ચાઇઝીએ તેને રિલીઝ કરી દીધો છે. આ પછી વિજય હઝારે ટ્રોફીમાં તે જોરદાર બેટિંગ કરી રહ્યો છે.

આ પણ વાંચો – સૂર્યકુમાર યાદવે રચ્યો ઇતિહાસ, ટી-20માં એક વર્ષમાં 2 સદી ફટકારનાર બીજો ભારતીય બન્યો

વિજય હઝારે ટ્રોફીમાં સતત 5 સદી ફટકારનાર પ્રથમ પ્લેયર

નારાયણ જગદીશન વિજય હઝારે ટ્રોફીના ઇતિહાસમાં ટૂર્નામેન્ટની એક સિઝનમાં 4 થી વધારે સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન પણ બન્યો છે. તેણે આ મામલે ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી, દેવદત્ત પડિક્કલ, પૃથ્વી શો અને ઋતુરાજ ગાયકવાડના સંયુક્ત રેકોર્ડને તોડ્યો છે. આ સાથે તે પ્રથમ શ્રેણી ક્રિકેટમાં સતત 5 સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન પણ બની ગયો છે. તેણે શ્રીલંકાના કુમાર સંગાકારા, દક્ષિણ આફ્રિકાના અલવીરો પીટરસન અને કર્ણાટકના ઓપનર દેવદત્ત પડિક્કલને પાછળ રાખ્યા છે. આ બધાએ સતત 4 સદી ફટકારી છે.

લિસ્ટ-એ ક્રિકેટમાં સૌથી મોટો સ્કોર

નારાયણ જગદીશને બી સાઇ સુદર્શન સાથે 232 બોલમાં રેકોર્ડ 416 રનની ભાગીદારી નોંધાવી હતી. નારાયણ જગદીશને 141 બોલમાં 25 ફોર, 15 સિક્સરની મદદથી 277 રન બનાવ્યા હતા. સુદર્શને આ દરમિયાન 102 બોલમાં 154 રનની ઇનિંગ્સ રમી હતી. લિસ્ટ-એ ક્રિકેટમાં તમિલનાડુ 500 રન બનાવનારી પ્રથમ ટીમ બની ગઇ છે. તમિલનાડુએ 50 ઓવરમાં 2 વિકેટે 506 રન બનાવ્યા હતા. તેનો અરુણાચલ પ્રદેશ સામે 435 રને વિજય થયો હતો. આ પહેલા એક ઇનિંગ્સમાં સૌથી મોટો સ્કોરનો રેકોર્ડ ઇંગ્લેન્ડના નામે હતો. ઇંગ્લેન્ડે જૂન 2022માં નેધરલેન્ડ સામે 4 વિકેટે 498 રન બનાવ્યા હતા.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ