Ruturaj Gaikwad: ઋતુરાજ ગાયકવાડે વિજય હઝારે ટ્રોફીમાં 1 ઓવરમાં 7 સિક્સર ફટકારી, જુઓ વીડિયો

ઋતુરાજ ગાયકવાડે ઉત્તર પ્રદેશ સામે 159 બોલમાં 16 સિક્સર અને 10 ફોરની મદદથી અણનમ 220 રન બનાવ્યા

Written by Ashish Goyal
November 28, 2022 15:23 IST
Ruturaj Gaikwad: ઋતુરાજ ગાયકવાડે વિજય હઝારે ટ્રોફીમાં 1 ઓવરમાં 7 સિક્સર ફટકારી, જુઓ વીડિયો
ઋતુરાજ ગાયકવાડે ઉત્તર પ્રદેશ સામે 159 બોલમાં 16 સિક્સર અને 10 ફોરની મદદથી અણનમ 220 રન બનાવ્યા (Twitter)

Ruturaj Gaikwad 7 sixes in one over: વિજય હઝારે ટ્રોફીમાં (Vijay Hazare Trophy)ઋતુરાજ ગાયકવાડે પોતાના બેટથી કોહરામ મચાવી દીધો છે. ઋતુરાજ ગાયકવાડે વર્લ્ડ ક્રિકેટમાં એક નવી ઉપલબ્ધિ મેળવી છે. ઋતુરાજે એક ઓવરમાં 7 સિક્સર ફટકારીને ઘણા દિગ્ગજોનો રેકોર્ડ તોડી નાખ્યો છે.

ગાયકવાડે ઉત્તર પ્રદેશ સામે 159 બોલમાં 16 સિક્સર અને 10 ફોરની મદદથી અણનમ 220 રન બનાવ્યા હતા. ગાયકવાડની બેવડી સદીની મદદથી મહારાષ્ટ્રએ 50 ઓવરમાં 5 વિકેટે 330 રન બનાવ્યા છે.

ઋતુરાજ ગાયકવાડે એક ઓવરમાં 7 સિક્સર ફટકારી

ઋતુરાજ ગાયકવાડે એક ઓવરમાં 7 સિક્સર મેચની 49મી ઇનિંગ્સમાં સ્પિનર શિવા સિંહની ઓવરમાં ફટકારી હતી. શિવા સિંહનો પાંચમો બોલ નો બોલ પડ્યો હતો. તે બોલ ઉપર પણ સિક્સર ફટકારી હતી. આ રીતે શિવા સિંહે એક ઓવરમાં 7 સિક્સર અને નો બોલ સહિત કુલ 43 રન આપી દીધા હતા. લિસ્ટ-એ ક્રિકેટમાં ઋતુરાજ ગાયકવાડ એક ઓવરમાં 7 સિક્સર ફટકારનાર દુનિયાનો પ્રથમ પ્લેયર બની ગયો છે.

આ પણ વાંચો – નારાયણ જગદીશન : ટીમ ઇન્ડિયાનો નવો ઉગતો સિતારો, સતત 5 સદી ફટકારી

આ દિગ્ગજોનો રેકોર્ડ તોડ્યો

એક ઓવરમાં સાત સિક્સર ફટકાર્યા પછી ઋતુરાજ ગાયકવાડે યુવરાજ સિંહ, રવિ શાસ્ત્રી, હર્ષલ ગિબ્સ, કિરોન પોલાર્ડ, સર ગૈરી સોબર્સ, રોસ વ્હાઇટલી, હજરતુલ્લાહ જજઇ, લિયો કાર્ટર અને થિસારા પરેરા જેવા દિગ્ગજોને પાછળ રાખી દીધા છે.

મહારાષ્ટ્રે 50 ઓવરમાં 330 રન બનાવ્યા

વિજય હઝારે ટ્રોફીમાં ઉત્તર પ્રદેશે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઋતુરાજ ગાયકવાડની અણનમ 220 રનની મદદથી મહારાષ્ટ્રે 50 ઓવરમાં 5 વિકેટે 330 રન બનાવ્યા હતા.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ