Vinesh Phogat : મેડલ પરત કરવા પીએમઓ જઇ રહી હતી વિનેશ ફોગાટ, પોલીસે અટકાવ્યા તો રોડ પર રાખી દીધો અર્જુન એવોર્ડ

Vinesh Phogat : રેસલર વિનેશ ફોગાટે થોડા દિવસો પહેલા જ જાહેરાત કરી હતી કે તે પોતાનો મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ અને અર્જુન એવોર્ડ પરત કરશે

Vinesh Phogat : રેસલર વિનેશ ફોગાટે થોડા દિવસો પહેલા જ જાહેરાત કરી હતી કે તે પોતાનો મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ અને અર્જુન એવોર્ડ પરત કરશે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
vinesh phogat return medal | vinesh phogat medal | vinesh phogat

વિનેશે તેના પતિ સોમવીર રાઠી સાથે મળીને પોતાનો એવોર્ડ કર્તવ્ય પથ પર મુકી દીધો (તસવીર - ટ્વિટર)

vinesh phogat return arjun award : કુસ્તી ફેડરેશન ઓફ ઈન્ડિયાના ભૂતપૂર્વ પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહ સામે ચાર દિવસ પહેલા જ અર્જુન એવોર્ડ અને ખેલ રત્ન એવોર્ડ પરત ફરવાની જાહેરાત કરનારી ભારતીય રેસલર વિનેશ ફોગટે શનિવારે તેનું સન્માન પરત કરી દીધું હતું. વિનેશે તેના પતિ સોમવીર રાઠી સાથે મળીને પોતાનો એવોર્ડ કર્તવ્ય પથ પર મૂક્યો હતો. આ દરમિયાન વિનેશ ફોગાટે પીએમ આવાસ તરફ જવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે તેને અટકાવી હતી, જે બાદ તેણે પોતાનું સન્માન ત્યાં રસ્તા પર જ રાખ્યું હતું.

Advertisment

26 ડિસેમ્બરે જ કરી દીધી હતી જાહેરાત

વિનેશ ફોગાટે 26 ડિસેમ્બરે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા જાહેરાત કરી હતી કે તે પોતાનો મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ અને અર્જુન એવોર્ડ પરત કરશે. તેણે પોતાના સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા કહ્યું હતું કે હું મારા મેજર ધ્યાનચંદ ખેલ રત્ન અને અર્જુન એવોર્ડ પરત કરી રહી છું. મને આ સ્થિતિમાં લાવવા બદલ શકિતશાળીનો ખૂબ ખૂબ આભાર. વિનેશ પહેલા બજરંગ પુનિયાએ પણ આ જ રીતે પોતાનો પદ્મશ્રી એવોર્ડ પીએમ આવાસની બહાર રાખ્યો હતો.

બજરંગે પુનિયાએ પ્રધાનમંત્રી આવાસની બહાર રાખ્યો હતો પદ્મશ્રી

બજરંગ પુનિયાએ 22 ડિસેમ્બરે પોતાનો પદ્મશ્રી એવોર્ડ પાછો આપ્યો હતો. બજરંગે પણ પીએમ આવાસ તરફ જવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પોલીસે તેમને આગળ જતા અટકાવ્યા હતા. આ પછી રસ્તા પર પોતાનું સન્માન રાખ્યું હતું. બજરંગે પીએમ મોદીને એક પત્ર પણ લખ્યો હતો જેમાં તેમણે કહ્યું હતું કે હું મારો પદ્મશ્રી એવોર્ડ વડાપ્રધાનને પરત કરી રહ્યો છું. કહેવા માટે બસ મારો આ પત્ર છે.

Advertisment

આ પણ વાંચો - વિનેશ ફોગાટે ખેલ રત્ન અને અર્જુન એવોર્ડ પરત કર્યો, પીએમ નરેન્દ્ર મોદીને લખ્યો પત્ર

સંજય સિંહની જીતથી નારાજ હતા પહેલવાન

બજરંગને આ સન્માન પરત કરતાં પહેલાં સાક્ષી મલિકે કુસ્તીમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. રેસલિંગ એસોસિએશનની ચૂંટણીમાં સંજય સિંહની જીત બાદ આ સમગ્ર ઘટના બની હતી. સંજય સિંહે કુશ્તી સંઘની ચૂંટણીમાં અનિતા શ્યોરનને હરાવી હતી. કુસ્તીબાજોએ આ પરિણામનો વિરોધ કર્યો હતો અને ત્યાર બાદ ખેલ મંત્રાલયે સંજય સિંહને કુસ્તી એસોસિએશનના પ્રમુખ પદેથી દૂર કર્યા હતા.

ટ્રેન્ડિંગ ન્યૂઝ દેશ સ્પોર્ટ્સ