Vinod Kambli: સચિન તેંડુલકરના મિત્ર અને પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલી (Vinod Kambli)સામે મુંબઈના બાદ્રા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાઇ છે. કાંબલી સામે તેની પત્ની એંડ્રિયા હેવિટની (Andrea Hewitt) ફરિયાદ પર એફઆઈઆર નોંધાઇ છે.એંડ્રિયાએ પોતાની ફરિયાદમાં કહ્યું કે વિનોદ કાંબલીએ દારૂના નશામાં તેની સાથે ગાળા-ગાળી કરી અને પીટાઇ કરી હતી. મુંબઈ પોલીસના મતે કાંબલીની હજુ સુધી ધરપકડ થઇ નથી.
વિનોદ કાંબલીનો વિવાદો સાથે છે જૂનો સંબંધ
વિનોદ કાંબલી વિવાદોમાં આવ્યો હોય તેવું પ્રથમ વખત બન્યું નથી. આ પહેલા તેમના ઘણા વિવાદો સામે આવી ચૂક્યા છે. 2022માં ફેબ્રુઆરી મહિનામાં વિનાદ કાંબલીની દારૂના નશામાં ડ્રાઇવ કરવા અને બીજી કારને ટક્કર મારવાના આરોપમાં ધરપકડ કરી હતી.
વિનોદ કાંબલીએ 1996ના આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપની સેમિફાઇનલમાં શ્રીલંકા સામે ભારતના પરાજયનું કારણ મેચ ફિક્સિંગ ગણાવી હતી. વિનોદ કાંબલીનો દાવો હતો કે તત્કાલિન કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દિન સહિત ટીમના અન્ય બેટ્સમેનો અને મેનેજરે મેચ ફિક્સ કરી હતી.
આ પણ વાંચો – આર અશ્વિન કે રવિન્દ્ર જાડેજા નહીં આ બોલરથી ડરી રહ્યું છે ઓસ્ટ્રેલિયા, ફૂટેજ જોઇને કરી રહ્યું છે તૈયારી
સચિન તેંડુલકર ઉપર પણ લગાવી ચૂક્યો છે આરોપ
2009માં રિયાલિટી શો ‘સચ કા સામના’માં વિનોદ કાંબલીએ કહ્યું હતું કે ટીમમાં તેની સાથે ભેદભાવ થયો હતો. વિનોદ કાંબલીએ શો પછી કહ્યું હતું કે સચિન તેંડુલકરે ખરાબ સમયમાં મારો સાથ આપ્યો ન હતો. સચિન આ પછી 2013માં પોતાની ફેરવેલ પાર્ટીમાં બધાને બોલાવ્યા હતા પણ કાંબલી ત્યાં ન હતો.
નવજોત સિંહ સિદ્ધુ અને રમીઝ રાજાને લઇને પણ રહ્યો વિવાદમાં
વિનોદ કાંબલી પૂર્વ ક્રિકેટર અને કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પૂર્વ અધ્યક્ષ રમીઝ રાજા સામે ટ્વિટર પર અપશબ્દો પણ લખી ચૂક્યો છે. જોકે પછી માફી માંગી લીધી હતી. કાંબલીએ કહ્યું હતું કે દોસ્તે તેના ટ્વિટર એકાઉન્ટથી તે પોસ્ટ કરી હતી. જે પછી ડિલિટ કરી દીધી હતી.
બોલિવૂડ સિંગરના વૃદ્ધ પિતાને એંડ્રિયાએ મારી હતી થપ્પડ
એક શોપિંગ મોલમાં બોલિવૂડ સિંગર અંકિત તિવારીના વૃદ્ધ પિતા રાજેન્દ્ર કુમારનો હાથ એંડ્રિયા હેવિટને અડી ગયો હતો. તેના પર એંડ્રિયાને રાજેન્દ્ર કુમારને થપ્પડ મારી હતી. આટલું જ નહીં અંકિતના ભાઇને પણ સેન્ડલ મારવાનો પ્રયત્ન કર્યો હતો. તે ઘટના પછી અંકિત તિવારના પરિવાજનોએ વિનોદ કાંબલી અને એંડ્રિયા સામે ફરિયાદ નોંધાવી હતી.