Virat Anushka Net Worth: વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના ઘરે ખુશીનો માહોલ છવાયો છે. ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી અને બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા બીજા બાળકના માતા પિતા બન્યા છે. વિરાટ અનુષ્કાની પુત્રી વામિકાને નાનો ભાઇ મળ્યો છે. 15 ફેબ્રુઆરીએ પુત્રનો જન્મ થયો છે. વિરાટ અનુષ્કાએ પુત્રનું નામ અકાય રાખ્યું છે. અકાય જન્મ સાથે જ કરોડોની સંપત્તિનો માલિક બન્યો છે. આવો જાણીએ વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની નેટ વર્થ અંગે.
ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી અને બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા આજે કોઇ ઓળખના મોહતાજ નથી. વિરાટ અને અનુષ્કા બંને પોતાના ક્ષેત્રમાં જાણીતા ચહેરા છે. વર્ષ 2017 માં વિરાટ અને અનુષ્કાએ લગ્ન કર્યા હતા અને કરિયરમાં સફળતાના નવા આયામ પ્રાપ્ત કર્યા. વિરાટ અને અનુષ્કા બંને કરિયરની સાથોસાથ સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ છે અને બંનેની ફેન્સ ફોલોઇંગ વિશાળ છે. વિરાટ અનુષ્કાના ધરે પુત્ર અકાય જન્મથી ખુશીનો માહોલ છવાયો છે.
વિરાટ કોહલી સંપત્તિ – VIRAT KOHLI NET WORTH
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન વિરાટ કોહલી પાસે કરોડોની સંપત્તિ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર વિરાટ કોહલી નેટ વર્થ 1053 કરોડ રૂપિયાથી વધુ હોવાનો અંદાજ છે. વિરાટે છેલ્લા કેટલાક વર્ષોમાં જોરદાર કમાણી કરી છે. વિરાટ કોહલીની કમાણીનો ગ્રાફ તેજીથી ઉપરની તરફ વધ્યો છે. વર્ષ 2015 માં વિરાટ કોહલીની નેટ વર્થ અંદાજે 289 કરોડ રૂપિયા હતી જે હાલમાં ચાર ગણી વધી છે. ભારતીય ક્રિકેટરોની વાત કરીએ તો વિરાટ કોહલી મહેન્દ્રસિંહ ધોની પછી બીજો અમીર ક્રિકેટર છે.
અનુષ્કા શર્મા સંપત્તિ – ANUSHKA SHARMA NET WORTH
બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા પાસે પણ કરોડોની સંપત્તિ છે. શાહરુખ ખાન સાથે બોલીવુડ ફિલ્મમાં ડેબ્યૂ કરનાર અભિનેત્રી અનુષ્કા શર્માની નેટ વર્થ 306 કરોડ રૂપિયા હોવાનો અંદાજો છે. રિપોર્ટ્સ અનુસાર અનુષ્કા શર્મા એક ફિલ્મ માટે 12 થી 15 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. વર્ષ 2019 માં અનુષ્કાની વાર્ષિક આવક અંદાજે 28.67 કરોડ રૂપિયા હતી.
વિરાટ અનુષ્કા વૈભવી જીવન શૈલી
વિરાટ અનુષ્કા પાસે મુંબઇના વર્લીમાં સી ફેસિંગ એપાર્ટમેન્ટ છે. જેની કિંમત અંદાજે 34 કરોડ રુપિયા છે.
7700 સ્કેવર ફુટના આ એપાર્ટમેન્ટ ઘણો વિશાળ અને વૈભવી છે. જેમાં ઇન હાઉસ જીમ અને ટેરેસ પણ છે.
ગુરુગ્રામમાં ડીએલએફ ફેઝ-1 માં પણ વિરાટ અનુષ્કા પાસે એક મોંઘો બંગલો છે. જેની કિંમત અંદાજે 80 કરોડથી વધુ છે.
વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના આલીશાન આ બંગલામાં સ્વિમિંગ પુલ, બાર સહિત વિવિધ આધુનિક સુવિધાઓ છે.
વિરાટ અનુષ્કા પાસે મુંબઇના અલીબાગમાં 8 એકરમાં ફેલાયેલ આલીશાન વિલા પણ છે. આ વિલા પણ વૈભવી છે.
વિરાટ કોહલી કારનો જબરો શોખિન છે. વિરાટ પાસે સુપર લક્ઝયુરિયસ કારનું કલેકશન છે. વિરાટ પાસે Bentley Continental કાર પણ છે. જેની કિંમત 4.04 કરોડ રૂપિયાથી વધુ છે.
વિરાટ પાસે અંદાજે 2.97 કરોડ રૂપિયાની ઓડી લિમિટેડ એડિશન આર8 એલએમએક્સ પણ છે. આ ઉપરાંત અન્ય ઘણી મોંઘી કાર પણ છે.





