Australia vs South Africa: ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાય રહેલી બોક્સિંગ ડે ટેસ્ટ મુકાબલામાં એક મોટી દુર્ઘટના બની હતી. બીજી ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર એનરિક નોર્ખિયાને સ્પાઇડર કેમેરાએ (Spider Camera)ટક્કર મારી હતી. જેના કારણે બોલર નીચે જમીન પર પટકાયો હતો. આ ઘટનાનો વીડિયો ઘણો વાયરલ થઇ રહ્યો છે.
ડિંક્સ બ્રેક પછી Spider Cameraએ મારી ટક્કર
બીજા દિવસે ડ્રિંક્સ બ્રેક પછી નોર્ખિયા પોતાની ફિલ્ડિંગ પોઝિશન પર પરત જઇ રહ્યો હતો. આ દરમિયાન સ્પાઇડર કેમરો પાછળથી આવીને તેની સાથે ટકરાયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે નોર્ખિયા જમીન પર પડી ગયો હતો. નોર્ખિયાના ખભા પર સ્પાઇડર કેમેરો ટકરાયો હતો. જો નોર્ખિયાના માથા પર ટકરાયો હોત તો મોટી દુર્ઘટના બની શકતી હતી.
આ પણ વાંચો – ભારતીય ક્રિકેટર્સ માટે વ્યસ્ત રહેશે 2023નું વર્ષ, જાણો આખા વર્ષનો કાર્યક્રમ
સોશિયલ મીડિયા પર લોકો આને લઇને ગંભીર જોવા મળી રહ્યા છે. ઘણા લોકો ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને આ પ્રકારની ઘટના સામે સખત એક્શન લેવાની અપીલ કરી રહ્યા છે. જ્યારે કેટલાક લોકોનું કહેવું છે કે દક્ષિણ આફ્રિકાની ટીમે આ માટે ફરિયાદ કરવી જોઈએ.
મેચની સ્થિતિ
બોક્સિંગ ડે ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ બીજા દિવસના અંતે 3 વિકેટે 386 રન બનાવી લીધા છે. ઓસ્ટ્રેલિયાએ 197 રનની લીડ મેળવી લીધી છે. ઓસ્ટ્રેલિયા તરફથી ડેવિડ વોર્નર 200 રન બનાવી રિટાયર્ડ હર્ટ થયો હતો. આ સિવાય સ્ટિવન સ્મિથે 85 રન બનાવ્યા છે. ટ્રેવિસ હેડ 48 રને રમતમાં છે. દક્ષિણ આફ્રિકા પ્રથમ દાવમાં 189 રનમાં ઓલઆઉટ થયું હતું.