ICC Champions Trophy 2029: ભારત અને ન્યુઝીલેન્ડ આજે એટલે કે 9 માર્ચે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની ફાઇનલમાં એકબીજા સામે રમી રહ્યા છે. બંને ટીમો વચ્ચે ખિતાબ જીતવા દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં મેદાન-એ-જંગ ચાલી રહ્યો છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025 19 ફેબ્રુઆરીએ કરાચીમાં શરૂ થઈ હતી અને લગભગ 18 દિવસ પછી ટુર્નામેન્ટના વિજેતાનો નિર્ણય થવા જઈ રહ્યો છે. જો ટીમ ઈન્ડિયા ફાઇનલમાં ન્યુઝીલેન્ડને હરાવવામાં સફળ રહે છે તો તે 12 વર્ષ પછી ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીતવામાં સફળ રહેશે. જો ન્યુઝીલેન્ડ આ મેચ જીતે છે તો તેઓ 25 વર્ષ પછી ટાઇટલ જીતશે. વર્ષ 2000 માં રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ન્યુઝીલેન્ડે ફાઇનલમાં ભારતને હરાવીને પ્રથમ વખત ICC ટાઇટલ જીત્યું હતું. હવે ફરી એકવાર બંને ટીમો ટાઇટલ મેચમાં ટકરાવવા માટે તૈયાર છે.
ફાઇનલમાં ભારત-ન્યુઝીલેન્ડ આમને-સામને
આ વખતે ICC ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન 8 વર્ષના લાંબા અંતરાલ પછી થયું હતું. અગાઉ આ ICC ટ્રોફી 2017 માં રમાઈ હતી. ત્યારબાદ પાકિસ્તાને ફાઇનલમાં ભારતને હરાવીને પહેલી વાર ચેમ્પિયન્સ ટ્રોફી પર કબજો કર્યો હતો. હવે ભારત પાસે ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીતવાની શાનદાર તક છે. જો ભારતીય ટીમ આ વખતે પણ ફાઇનલમાં કિવી ટીમને હરાવવામાં નિષ્ફળ જાય છે, તો તેને આગામી ચેમ્પિયન્સ ટ્રોફી માટે લાંબો સમય રાહ જોવી પડશે. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે આગામી ચેમ્પિયન્સ ટ્રોફી ક્યારે અને ક્યાં યોજાશે?
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ફાઈનલ, ભારત-ન્યુઝીલેન્ડ લાઇવ સ્કોર
ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2029
ખરેખરમાં ICC ચેમ્પિયન્સ ટ્રોફી હવે 4 વર્ષ પછી યોજાશે. એટલે કે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2029 માં રમાશે. આ ટુર્નામેન્ટ દ્વારા ભારતીય ટીમમાં ઘણો બદલાવ આવશે. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે ટુર્નામેન્ટ ક્યાં રમાશે. ભારતીય ચાહકો આ પ્રશ્નનો જવાબ જાણીને ખૂબ ખુશ થશે. જીહા ભારત આગામી ચેમ્પિયન્સ ટ્રોફી એટલે કે ચેમ્પિયન્સ ટ્રોફી 2029નું આયોજન કરશે. ICC એ નવેમ્બર 2021 માં જ જાહેરાત કરી હતી કે ચેમ્પિયન્સ ટ્રોફી 2029 ભારતીય ભૂમિ પર રમાશે. એવો અંદાજ છે કે ICC ટ્રોફીનું આયોજન વર્ષ 2029 માં ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં કરવામાં આવશે. જોકે એ જોવું રસપ્રદ રહેશે કે પાકિસ્તાનની ટીમ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે ભારત આવે છે કે પછી તટસ્થ સ્થળે મેચ રમવા માટે કરાર થાય છે.