કોણ છે સાનિયા ચંડોક? અર્જુન તેંડુલકર સાથે કરી સગાઇ, કરોડોની છે વારસદાર, જાણો સંપૂર્ણ પ્રોફાઇલ

સાનિયા ચંડોક કોણ છે : સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરે સાનિયા ચંડોક સાથે સગાઇ કરી. તે એક એવા વેપારી પરિવારમાંથી આવે છે જેની ઓળખ દાયકાઓથી ભારતના હોસ્પિટાલિટી અને ફૂડ ઇન્ડસ્ટ્રીમાં સ્થાપિત થઈ છે

Written by Ashish Goyal
August 14, 2025 14:48 IST
કોણ છે સાનિયા ચંડોક? અર્જુન તેંડુલકર સાથે કરી સગાઇ, કરોડોની છે વારસદાર, જાણો સંપૂર્ણ પ્રોફાઇલ
સાનિયા ચંડોક અને અર્જુન તેંડુલકરની સગાઇ કરવામાં આવી છે (તસવીર- ઇન્સ્ટાગ્રામ/mrpaws.in)

Arjun Tendulkar Saaniya Chandhok Engagement: મુંબઈની હાઈ-પ્રોફાઈલ સોસાયટીમાં સાનિયા ચંડોકનું નામ હાલ ચર્ચામાં છે. તેનું કારણ માત્ર એ નથી કે તે ભારતીય ક્રિકેટ લેજન્ડ સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરની ફિયાન્સી છે, પરંતુ તેનું કારણ એ પણ છે કે તે એક એવા વેપારી પરિવારમાંથી આવે છે જેની ઓળખ દાયકાઓથી ભારતના હોસ્પિટાલિટી અને ફૂડ ઇન્ડસ્ટ્રીમાં સ્થાપિત થઈ છે. સાનિયાને ઓળખનારાઓનું કહેવું છે કે ભલે તે સોશિયલ મીડિયા પર લો-પ્રોફાઇલ હોય છે, પરંતુ તેની પારિવારિક પૃષ્ઠભૂમિ, શિક્ષણ અને પોતાનું બિઝનેસ વેન્ચર તેને એક અલગ ઓળખ આપે છે.

હોસ્પિટાલિટી અને ફૂડ સામ્રાજ્યની વારસદાર

સાનિયા ચંડોક મુંબઈના પ્રખ્યાત ઘાઈ પરિવારમાંથી આવે છે. તેના દાદા રવિ ઇકબાલ ઘાઇ ગ્રાવિસ હોસ્પિટાલિટી લિમિટેડના ચેરમેન છે. આ એ સમૂહ છે જે ભારતમાં ઇન્ટરકોન્ટિનેન્ટલ મરીન ડ્રાઇવ હોટલ, ધ બ્રુકલિન ક્રીમરી આઇસક્રીમ બ્રાન્ડ અને બાસ્કિન રોબિન્સનું સંચાલન કરે છે. આ સમૂહની જડ તેમના પરદાદા ઇકબાલ કૃષ્ણન ‘આઇકે’ ઘાઇએ જમાવી હતી. તેમણે ક્વોલિટી આઇસક્રીમ બ્રાન્ડનો પાયો નાંખ્યો હતો. આ પછી રવિ ઘાઇએ મધ્ય પૂર્વમાં ઉત્પાદન એકમો સ્થાપીને અને નિકાસ વ્યવસાયનું વિસ્તરણ કરીને આ વારસાને આગળ ધપાવ્યો હતો.

ગ્લોબલ કનેક્શન અને વેપારી પ્રભાવ

નાણાકીય વર્ષ 2023-24માં ગ્રેવિસ ફૂડ સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડે 624 કરોડ રૂપિયાની આવક મેળવી હતી, જે અગાઉના વર્ષની સરખામણીએ 20 ટકા વધારે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પરિવારની કુલ સંપત્તિ લગભગ 16 અબજ (1600 કરોડ) રૂપિયા છે. આ રકમ સાનિયા ચંડોકના ભાવી સસરા સચિન તેંડુલકરની અંદાજિત 14 અબજ રૂપિયાની સંપત્તિથી પણ વધારે છે.

ઘાઇ પરિવારનો હોટેલ બિઝનેસ ઇન્ટરકોન્ટિનેન્ટલ હોટેલ્સ ગ્રૂપ (આઇએચજી)ના બ્રાન્ડ નેટવર્કનો એક ભાગ છે. આઈએચજી ઓગસ્ટ 2025માં 18.43 બિલિયન ડોલર (લગભગ 1,62,000 કરોડ રૂપિયા) ના માર્કેટ કેપ સાથે હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીના વૈશ્વિક દિગ્ગજ છે.

લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સથી બિઝનેસ સુધીની સફર

સાનિયાએ લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ (એલએસઈ)માંથી ગ્રેજ્યુએશન કર્યું હતું. અભ્યાસ બાદ પણ તેણે પોતાના પારિવારિક બિઝનેસમાં જોડાવાનો રસ્તો પસંદ કરવાને બદલે પોતાના શોખ અને ઝનૂનને એક પ્રોફેશનમાં બદલી નાખ્યો. સાનિયાએ 2022માં મુંબઈમાં મિસ્ટર પોઝ પેટ સ્પા એન્ડ સ્ટોર એલએલપીની શરૂઆત કરી હતી. તે એક લક્ઝરી પાલતુ પ્રાણીઓની માવજત અને કેયર સર્વિસ છે. જ્યાં પાળેલા શ્વાન અને બિલાડીઓ માટે સ્પા ટ્રિટમેન્ટ, ગ્રુમિંગ પેકેજ અને પર્સનલાઇજ્ડ કેયર ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

આ પણ વાંચો – સચિનના પુત્ર અર્જુન તેંડુલકરે સગાઈ કરી

સાનિયા ચંડોકે આ વેન્ચરમાં લગભગ 80 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સના રેકોર્ડ મુજબ આ કંપનીની અધિકૃત મૂડી 0.10 મિલિયન છે. આ વ્યાપ નાનો હોવા છતાં, આ સાહસ તેમની ઉદ્યોગસાહસિકતા અને જુસ્સાનું એક મજબૂત ઉદાહરણ છે.

સાનિયા ચંડોકે 2024માં વર્લ્ડવાઇડ વેટરનરી સર્વિસમાંથી વેટરનરી ટેક્નિશિયન ડિપ્લોમા મેળવ્યો હતો. આ બતાવે છે કે પ્રાણીઓ પ્રત્યેનો તેમનો લગાવ ફક્ત અંગત સ્તર સુધી સીમિત નથી, પરંતુ તેણે તેના માટે પ્રોફેશનલ ટ્રેનિંગ પણ લીધી હતી.

નવા જમાનાની બિઝનેસવુમન

સાનિયા ચંડોક માત્ર અબજોનો વારસો ધરાવતી વારસદાર જ નથી, પરંતુ એક નવા યુગની બિઝનેસવુમન પણ છે, જે પરંપરાગત ફેમિલી બિઝનેસથી અલગ પોતાના પૈશન ડ્રિવન ઉદ્યમ પર કામ કરી રહી છે. એક તરફ તે એવા પરિવારમાંથી આવે છે જેના બ્રાન્ડ લિસ્ટમાં ઇન્ટરકોન્ટિનેન્ટલ, બ્રૂકલિન કિમરી અને બાસ્કિન રોબિન્સ ઇન્ડિયા જેવા મોટા નામ છે તો બીજી તરફ તેણે પોતાના દમે મિસ્ટર પોઝ જેવો બિઝનેસ ઊભો કર્યો છે.

પારિવારિક અને પર્સનલ લાઇફમાં કનેક્શન

સાનિયા ચંડોક અને અર્જુન તેંડુલકરની નિકટતા ઘણા સમયથી ચર્ચામાં છે. તે અર્જુનની બહેન સારા તેંડુલકરની પણ નજીકની મિત્ર છે. સારા તેંડુલકરના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ બંનેની ઘણી તસવીરો જોઇ શકાય છે અને બંનેએ ઘણી વખત આઇપીએલની મેચો સાથે જોઇ છે. તેણે હવે અર્જુન સાથે સગાઈ કરી લીધી છે, પરંતુ તે હજુ પણ મીડિયાથી દૂરી બનાવી રાખે છે, જે તેનો લો-પ્રોફાઇલ સ્વભાવ દર્શાવે છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ