Wrestlers Protest : દેશની રાજધાની નવી દિલ્હીમાં સતત બીજા દિવસે પણ રેસલરના ધરણા યથાવત્ છે. આ પહેલવાનોમાં ઓલિમ્પિક, કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનું નામ રોશન કરનાર વિનેશ ફોગાટ, સાક્ષી મલિક, બજરંગ પૂનિયા જેવા રેસલરો સામેલ છે. ખેલ મંત્રાલયના આમંત્રણ પર પ્રદર્શનકારી પહેલવાનોનું પ્રતિનિધિમંડળ વાતચીત માટે શાસ્ત્રી ભવન પહોંચ્યું હતું. પહેલવાન બજરંગ પૂનિયાએ કહ્યું કે ખેલ મંત્રાલયે તેમને વાતચીત માટે બોલાવ્યા છે. આ પહેલા બપોરે હરિયાણા ભાજપની નેતા બબીતા ફોગાટ પણ જંતર મંતર પહોંચી હતી. પ્રદર્શન કરી રહેલા બજરંગ પૂનિયાએ કહ્યું કે બબીતા ફોગાટ સરકાર તરફથી મધ્યસ્થતા માટે આવી છે. બબીતા ફોગાટે કહ્યું કે સરકાર પહેલવાનો સાથે છે. મારો પ્રયત્ન છે કે આજ જ સમાધાન કરાવી દું. આ કોઇ નાની વાત નથી. ધુમાડો ત્યાં જ ઉઠે છે જ્યાં આગ લાગી હોય છે. હું વિશ્વાસ અપાવું છું કે મામલાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે.
બજરંગ પૂનિયાએ આરોપ લગાવ્યો કે કુશ્તીના અધ્યક્ષ બૃજભૂષણ સિંહ વિદેશ ભાગવાની ફિરાકમાં
ગુરુવારે રેસલર બજરંગ પૂનિયાએ આરોપ લગાવ્યો કે કુશ્તીના અધ્યક્ષ બૃજભૂષણ સિંહ વિદેશ ભાગવાની ફિરાકમાં છે. સરકારે તેમના પર નજર રાખવી જોઈએ. પહેલવાનોના આરોપોને લઇને પોલીસ સૂત્રો પાસેથી મળેલી જાણકારી પ્રમાણે હજુ સુધી પહેલવાનો તરફથી કોઇ ફરિયાદ આવી નથી.
સૂત્રો પાસેથી મળેલી જાણકારી પ્રમાણે ખેલ મંત્રાલય કુશ્તી ફેડરેશનથી ખુશ નથી. ખેલ મંત્રી અનુરાગ ઠાકુરે બૃજભૂષણ શરણ સાથે ફોન પર વાતચીત કરી છે. આ મુદ્દા પર રાજનીતિ પણ શરૂ થઇ ગઇ છે. પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું કે આપણા ખેલાડી દેશની શાન છે. વિશ્વ સ્તરે પોતાના પ્રદર્શનથી દેશનું નામ વધારે છે. કુશ્તી ફેડરેશન અને તેના અધ્યક્ષ પર ખેલાડીઓએ શોષણનો ગંભીર આરોપ લગાવ્યા છે. આ ખેલાડીઓનો અવાજ સાંભળવો જોઈએ. આરોપોની તપાસ કરીને ઉચિત કાર્યવાહી કરવી જોઈએ.
આ પણ વાંચો – બજરંગ પૂનિયા, ફોગાટ બહેનો સહિત પહેલવાનોના જંતર મંતર પર ધરણા, કહ્યું- ફેડરેશન ગુલામો જેવો વ્યવહાર કરી શકે નહીં
વૃંદા કરાતને મંચ પર આવવાથી રોક્યા
પહેલવાનોના ધરણા પ્રદર્શનમાં પહોંચેલા લેફ્ટ નેતા વૃંદા કરાતને પહેલવાનોએ મંચ પર આવવાથી રોક્યા હતા. પહેલવાનોએ વૃંદા કરાતને બોલવા માટે માઇક પણ આપ્યું ન હતું. આ દરમિયાન બજરંગ પૂનિયાએ કહ્યું કે આ પહેલવાનોનું પ્રદર્શન છે અહીં કોઇ નેતાની જરૂર નથી.
શું છે આરોપ
મહિલા પહેલવાન વીનેશ ફોગાટે કુશ્તી ફેરડેશન ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ બૃજભૂષણ શરણ સિંહ સામે સેક્યુઅલ હૈરેસમેન્ટનો આરોપ લગાવ્યો છે. વિનેશ ફોગાટે કહ્યું કે મહિલા પહેલવાનોને નેશનલ કેમ્પમાં કોચ અને WFI પ્રેસિડેન્ટ બૃજભૂષણ શરણ સિંહ દ્રારા શોષણ કરવામાં આવે છે. નેશનલ કેમ્પમાં નિયુક્ત કરાયેલા કેટલાક કોચ વર્ષોથી મહિલા પહેલવાનોનું શોષણ કરી રહ્યા છે. WFI અધ્યક્ષ પણ તેમાં મળેલા છે. મહિલા પહેલવાનોને ઘણા પ્રકારની પરેશાન થાય છે.
બૃજભૂષણ શરણે બચાવમાં શું કહ્યું
કુશ્તી ફેડરેશન ઓફ ઇન્ડિયાના બૃજભૂષણ શરણે કહ્યું કે સૌથી મોટો આરોપ વિનેશ ફોગાટે લગાવ્યો છે. શું કોઇ સામે છે જે કહી શકે કે ફેડરેશને કોઇ એથ્લીટનું ઉત્પીડન કર્યું હોય. યૌન ઉત્પીડનની કોઇ ઘટના બની નથી. જો આમ થયું છે તો હું ફાંસી લગાવી લઇશ. જ્યાં સુધી આ ખેલાડીઓનો સવાલ છે તો આ ઓલિમ્પિક મેડલ વિજેતા છે. તેમા મારો પણ સહયોગ છે. ઓલિમ્પિક પછી તેમણે એકપણ રાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લીધો નથી અને બધા સરકારની સ્કીમોનો ફાયદો લઇ રહ્યા છે.