IPL 2024 : આઈપીએલને લઇને ક્રિકેટપ્રેમીઓમાં ઘણો ક્રેઝ જોવા મળી રહ્યો છે. પ્રશંસકો ક્રિકેટ જોવાની કોઇ તક છોડવા માંગતા નથી. કેટલાક પ્રશંસકો ઓફિસમાંથી ખોટી રજા લઇને મેચ જોવા જાય છે. આવો જ એક કિસ્સો ગઈકાલથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના આરસીબી વિરુદ્ધ એલએસજી મેચ દરમિયાન બની હતી. એક મહિલા કર્મચારીએ ફેમિલી ઇમરજન્સીનું કારણ બતાવીને ઓફિસમાં રજા લીધી હતી. જોકે તે આઈપીએલ મેચ જોવા પહોંચી ગઇ હતી.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ પોસ્ટ
એક મહિલા કર્મચારીની કહાની સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે. આ મહિલા રોયલ ચેલેન્જર્સ બેંગલોર ટીમની મોટી પ્રશંસક છે. તેણે બોસ પાસે ફેમિલી ઈમરજન્સીનું બહાનું કાઢ્યું અને રજા લીધી હતી. જોકે તે આ પછી મેચ જોવા સ્ટેડિયમ પહોંચી હતી. જોકે બોસ તેને મેચ દરમિયાન ટીવી પર લાઇવ જોઇ ગયા હતા.
આ પછી બોસે તેને એક મેસેજ મોકલ્યો. બોસે તેની મનપસંદ ટીમ વિશે પૂછ્યું. પછી બોસે કહ્યું કે મેં તને ફક્ત એક સેકંડ માટે લાઇવ ટીવી પર જોઇ અને ઓળખી ગયો. તો ગઈકાલે જલ્દી લોગ આઉટ કરવા અને રજા લેવા પાછળનું કારણ આ જ હતું.
આ પણ વાંચો – આઈપીએલમાં પંજાબ વિ. હૈદરાબાદ રેકોર્ડ્સ, કોણ છે મજબૂત
આ મહિલા પ્રશંસકનું નામ નેહા છે
આ મહિલા પ્રશંસકનું નામ નેહા દ્વિવેદી છે. તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને આખી ઘટના જણાવી હતી. નેહાએ લખ્યું કે મોયે-મોયે દિવસે ને દિવસે રિયલ થઈ રહ્યું છે. નેહાએ લખ્યું છે કે બોસે મેચ જોતા લાઈવ જોઈ લીધી અને મેસેજ કરીને પૂછપરછ કરી. બોસ કૂલ હતા એટલે ખોટું બોલ્યા પછી પણ નેહાને કોઈ તકલીફ પડી ન હતી. આ પછી નેહાનો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોને 2 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે.
યુઝર્સે કેવી કરી કોમેન્ટ્સ
એક યુઝરે કહ્યું કે સ્ટેડિયમમાં દરેક બીજી વ્યક્તિ કેમેરા પર ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરે છે પરંતુ તેમને તક મળતી નથી. તમારી પાસે કેમેરો આવી ગયો. સાથે જ અન્ય એક યુઝરે લખ્યું કે કર્મચારીને એટલી આઝાદી મળવી જોઇએ કે તે સાચું કહી શકે. કે તેને પ્રાઇવેટ રાખી શકે. અન્ય એક યુઝરે લખ્યું કે તેને નોકરીમાંથી કાઢી મૂકવા જોઈએ. પહેલા ઓફિસમાં ખોટું બોલ્યા અને પછી ઓફિસની ખાનગી વાતચીત શેર કરી. આ વિશે તમે શું કહેવા માગો છો?





