World Candidates Championship: 17 વર્ષની ઉંમરે ડી ગુકેશએ રચ્યો ઇતિહાસ, ટૂર્નામેન્ટનો સૌથી યુવા ચેમ્પિયન બન્યો

World Candidates Championship, કેન્ડીડેટ્સ ચેસ ટૂર્નામેન્ટ 2024માં ગુકેશે છ વખતના વર્લ્ડ ચેમ્પિયન અને નોર્વેના ગ્રાન્ડમાસ્ટર મેગ્નસ કાર્લસનને જડબાતોડ જવાબ આપ્યો.

Written by Ankit Patel
April 22, 2024 10:20 IST
World Candidates Championship: 17 વર્ષની ઉંમરે ડી ગુકેશએ રચ્યો ઇતિહાસ, ટૂર્નામેન્ટનો સૌથી યુવા ચેમ્પિયન બન્યો
કેન્ડીડેટ્સ ચેસ ટૂર્નામેન્ટ 2024 ડી ગુકેશએ રચ્યો ઇતિહાસ (PHOTO: FIDE/Michal Walusza)

World Candidates Championship, કેન્ડીડેટ્સ ચેસ ટૂર્નામેન્ટ 2024 : ભારતના 17 વર્ષીય ડી ગુકેશે સોમવારે કેનેડાના ટોરોન્ટોમાં રમાઈ રહેલી કેન્ડીડેટ્સ ચેસ ટૂર્નામેન્ટ 2024 જીતીને ઈતિહાસ રચ્યો હતો. આ ટૂર્નામેન્ટ જીતનાર તે દેશનો સૌથી યુવા ખેલાડી છે. કેન્ડીડેટ્સ ટુર્નામેન્ટ જીતનાર અનુભવી ખેલાડી વિશ્વનાથન આનંદ પછી તે પ્રથમ ભારતીય છે. ગુકેશ હવે વર્લ્ડ ચેમ્પિયન બનવા માટે ચીનના ડીંગ લિરેન સામે ટકરાશે.

ગુકેશ છેલ્લા રાઉન્ડમાં ડ્રો રમ્યો હતો

કેન્ડીડેટ્સ ચેસ ટૂર્નામેન્ટ 2024માં ગુકેશે 14માંથી 9 પોઈન્ટ મેળવીને ટાઈટલ જીત્યું હતું. છેલ્લા રાઉન્ડ પહેલા તે પોઈન્ટ ટેબલમાં ટોચ પર હતો. છેલ્લા રાઉન્ડમાં તેણે તેના કટ્ટર હરીફ હિકારુ નાકામુરા સામે ડ્રો કર્યો હતો. તેઓએ તેમની જીત માટે ઇયાન નેપોમ્નિઆચી અને ફેબિયાનો કારુઆના વચ્ચેની મેચના પરિણામની રાહ જોવી પડી. જ્યારે 109 ચાલ બાદ બંને ખેલાડીઓ વચ્ચે ડ્રો થયો ત્યારે ગુકેશે પ્રથમ સ્થાન મેળવ્યું અને ટુર્નામેન્ટ જીતી.

કેન્ડીડેટ્સ ચેસ ટૂર્નામેન્ટ 2024માં ભારતીય ખેલાડીઓનું પરિણામ

કેન્ડીડેટ્સ ચેસ ટૂર્નામેન્ટ 2024માં ભારત તરફથી પુરૂષ વર્ગમાં ત્રણ અને મહિલા વર્ગમાં બે ખેલાડીઓએ ભાગ લીધો હતો. ગુકેશ ઉપરાંત 19 વર્ષીય આર પ્રજ્ઞાનંદ 7 પોઈન્ટ સાથે પાંચમા અને વિદિત ગુજરાતી 6 પોઈન્ટ સાથે છઠ્ઠા ક્રમે છે. મહિલા વર્ગમાં વૈશાલી રામબાબુ અને કોનેરુ હમ્પી 7.5/14 પોઈન્ટ સાથે સંયુક્ત રીતે બીજા ક્રમે રહ્યાં હતાં.

આ પણ વાંચોઃ- સૂર્યકુમાર કે બટલર નહીં , કેન વિલિયમ્સનના મતે આ ખેલાડી ટી-20 ક્રિકેટમાં બનાવી શકે છે 200 રન

નિયમ શું છે

કેન્ડીડેટ્સ ચેસ ટૂર્નામેન્ટ 2024માં કોઈ નોકઆઉટ મેચ નથી. દરેક ખેલાડી બે વાર એકબીજાનો સામનો કરે છે. ખેલાડીને દરેક જીત માટે એક પોઈન્ટ અને દરેક ડ્રો માટે 0.5 પોઈન્ટ આપવામાં આવે છે. અંતે, જે ખેલાડી પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે તે વિજેતા બને છે. આ ખેલાડી ડિફેન્ડિંગ વર્લ્ડ ચેમ્પિયનને પડકાર આપે છે. બંને વચ્ચેની મેચનો વિજેતા વિશ્વ ચેમ્પિયન બને છે.

મેગ્નસ કાર્લસનને યોગ્ય જવાબ

કેન્ડીડેટ્સ ચેસ ટૂર્નામેન્ટ 2024માં ગુકેશે છ વખતના વર્લ્ડ ચેમ્પિયન અને નોર્વેના ગ્રાન્ડમાસ્ટર મેગ્નસ કાર્લસનને જડબાતોડ જવાબ આપ્યો. કાર્લસને ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા નિવેદન આપ્યું હતું કે તેને નથી લાગતું કે કોઈ ભારતીય આ ટૂર્નામેન્ટ જીતશે. જોકે, આ ખિતાબ જીતીને ભારતના સૌથી યુવા ખેલાડીએ બતાવી દીધું કે ભારત ફરી એકવાર ચેસમાં પ્રભુત્વ જમાવવા જઈ રહ્યું છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ