ડિ વિલિયર્સના મતે વિરાટ કોહલી નહીં પણ આ ભારતીય ક્રિકેટર વર્લ્ડ કપમાં બનાવશે સૌથી વધારે રન

World Cup 2023 : એબી ડિવિલિયર્સે આર અશ્વિન વિશે પણ એક મોટી વાત કહી હતી. તેમણે કહ્યું કે ભારતીય ટીમમાં અશ્વિનની હાજરી બાકીની ટીમો માટે ખતરાની ઘંટી સમાન છે

Written by Ashish Goyal
September 26, 2023 15:03 IST
ડિ વિલિયર્સના મતે વિરાટ કોહલી નહીં પણ આ ભારતીય ક્રિકેટર વર્લ્ડ કપમાં બનાવશે સૌથી વધારે રન
એક એબી ડિવિલિયર્સે વર્લ્ડ કપને લઇને મોટું નિવેદન આપ્યું (તસવીર - એએનઆઈ)

World Cup 2023 : ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીના સૌથી નજીકના મિત્રોમાંના એક એબી ડિવિલિયર્સે વર્લ્ડ કપને લઇને મોટું નિવેદન આપ્યું છે. એબી ડિવિલિયર્સે કહ્યું કે તેમના મતે વન-ડે વર્લ્ડકપમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય હશે. જોકે તેણે વિરાટ કોહલીનું નહીં પરંતુ ભારતના યુવા પ્લેયર શુભમન ગિલનું નામ લીધું હતું.

ડી વિલિયર્સને શુભમન ગિલ પસંદ છે

ડી વિલિયર્સે કહ્યું કે શુભમન ગિલમાં વિશ્વનો શ્રેષ્ઠ ખેલાડી બનવાની ક્ષમતા છે. ગિલની ટેકનિક અને શૈલી બેસિક અને સિમ્પલ છે. તમે વિશ્વના શ્રેષ્ઠ ખેલાડીઓ વિશે આ રીતે જ વાત કરો છો. સ્ટિવ સ્મિથ જેવા બહુ ઓછા ખેલાડીઓ તમને જોવા મળશે જેમની ટેકનિક અલગ છે.

વિશ્વ કપમાં સૌથી વધુ રન બનાવશે શુભમન ગિલ

તેમણે આગળ કહ્યું કે શુભમન ગિલ ખૂબ જ ટ્રેડિશનલ છે. તેની ટેકનિક સીધી છે. તે ખૂબ જ અલગ વસ્તુઓ કરવાનો પ્રયત્ન કરતો નથી. તેનામાં ઘણી તાકાત છે અને તે બોલરો પર દબાણ બનાવવા માટે સમયાંતરે ગિયર્સ બદલે છે. તે ખૂબ જ યુવા છે પણ તેને જોઈને લાગે છે કે તેની પાસે ઘણો અનુભવ છે. આપણે તેના વિશે લાંબા સમય સુધી સાંભળીશું. મને લાગે છે કે, તે વર્લ્ડ કપમાં ભારતનો ટોચનો સ્કોરર બની રહેશે.

આ પણ વાંચો – શુભમન ગિલ સાથે કોણ કરશે ઓપનિંગ, ભારત માટે શું રહેશે સૌથી મોટો પડકાર? અમિત મિશ્રાએ કહી આવી વાત

અશ્વિન એક મોટો ખતરો છે

એબી ડિવિલિયર્સે આર અશ્વિન વિશે પણ એક મોટી વાત કહી હતી. તેમણે કહ્યું કે ભારતીય ટીમમાં અશ્વિનની હાજરી બાકીની ટીમો માટે ખતરાની ઘંટી સમાન છે. અશ્વિનને ઓસ્ટ્રેલિયા સામેની બીજી વન-ડેમાં સ્થાન આપવામાં આવ્યું હતું. મને અશ્વિનની પસંદગી પર વિશ્વાસ કરી શકતો ન હતો. બાકીની ટીમો માટે તે સારા સમાચાર નથી. તે હોંશિયાર અને અનુભવી છે. તેની પાસે અદ્ભુત કુશળતા છે અને તે બોલિંગ અને બેટિંગ બંને દ્રષ્ટિએ મેચને સમજે છે.

મિસ્ટર 360 ડિગ્રી કહેવાતા ડિવિલયર્સે વધુમાં જણાવ્યું હતું કે તેને ટીમમાં રાખવો એ ખૂબ જ સારી વાત છે. મને ખબર નથી કે અગાઉ તેને ટીમમાં શા માટે સામેલ કરવામાં આવ્યો ન હતો. હું તેનો બહુ મોટો ચાહક છું. તે થોડો વિવાદાસ્પદ રહ્યો છે પરંતુ તે જીતવા માટે રમે છે. તે મોટી મેચોમાં પોતાનું સ્થાન બનાવે છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ