World Cup 2023 : અમદાવાદમાં વર્લ્ડ કપ ફિવર, ભારત પાકિસ્તાન મેચના દિવસે હોટલ રૂમનું ભાડું 50 હજાર

ICC Cricket World Cup 2023 : ICC ક્રિકેટ વર્લ્ડ કપનું સિડ્યુલ (world cup 2023 schedule) સામે આવતાની સાથે જ અમદાવાદ (Ahmedabad) ની ફાઈવ સ્ટાર, થ્રી સ્ટાર, ફોર સ્ટાર હોટલો (Hotels) માં રૂમોનું બુકિંગ ચાલુ થઈ ગયું. કેટલીએ હોટલોમાં મેચની તારીખોના સમયગાળામાં 5,60,70, 80 ટકા રૂમોનું બુકિંગ થઈ ગયું છે, હોટલોના ભાડામાં પણ ધરખમ વધારો જોવા મળી રહ્યો છે.

Written by Kiran Mehta
Updated : June 30, 2023 16:58 IST
World Cup 2023 : અમદાવાદમાં વર્લ્ડ કપ ફિવર, ભારત પાકિસ્તાન મેચના દિવસે હોટલ રૂમનું ભાડું 50 હજાર
આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2023

World Cup 2023 : આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ માટેનું સિડ્યુલ સામે આવી ગયું છે. વર્લ્ડ કપ શરૂ થવામાં હજુ લગભગ 100 દિવસ બાકી છે, પરંતુ અમદાવાદની હોટલો પ્રથમ બોલ ફેંકાય તે પહેલા જ સિક્સરો મારી રહી છે. અમદાવાદની મોટાભાગની ફાઈવ સ્ટાર, ફોર સ્ટાર, થ્રી સ્ટાર હોટલોના ભાડા જબરદસ્ત વધી રહ્યા છે.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ ઈન્ડસ્ટ્રીના સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે, સાડા ત્રણ મહિના અગાઉથી બુક કરાવવામાં આવે ત્યારે પણ શહેરની એક ફાઈવ સ્ટાર હોટલમાં બેઝ ક્લાસ રૂમની કિંમત અમુક કેસમાં 50,000 રૂપિયા પ્રતિ રાત્રિ થઈ ગઈ છે. અન્ય સમયગાળામાં આવા રૂમની કિંમત માત્ર રૂ. 6,500-10,500 છે.

મોટાભાગની ફાઇવ સ્ટાર હોટલમાં મેચના દિવસે 60-90% ઓક્યુપન્સી હોય છે. અમદાવાદમાં હયાત રીજન્સીના જનરલ મેનેજર પુનિત બૈજલે જણાવ્યું હતું કે, “મૅચના દિવસ માટે લગભગ 80% (રૂમ) બુક કરવામાં આવ્યા છે. ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચેના ઉદઘાટન સમારોહ અને પ્રથમ મેચ માટે ટ્રાવેલ એજન્સીઓ દ્વારા બુકિંગ થઈ ચૂક્યું છે.

જો આપણે ભારત પાકિસ્તાન અને ફાઈનલ મેચની વાત કરીએ તો, અત્યારથી જ હોટલોમાં બુકિંગ શરૂ થઈ ગયું છે. બુકિંગ ડોટ કોમ વેબસાઈટ અનુસાર જે દિવસે ભારત પાકિસ્તાનની મેચ (15 ઓક્ટોબર 2023) છે ત્યારે પણ હોટલોમાં એક દિવસના ભાડાની કિંમતમાં જબરદસ્ત વધારો જોવા મળી રહ્યો છે. તો 19 નવેમ્બર 2023 જ્યારે ફાઈનલ મેચ છે, તે માટે પણ બુકિંગ ચાલુ થઈ ગયું છે. તો જોઈએ આ મહત્ત્વની મેચની તારીખમાં અત્યારથી બુકિંગ કરાવો તો પણ ફાઈવ સ્ટાર, થ્રી સ્ટાર, હોટલોમાં કેટલા ભાડા બતાવી રહ્યા છે.

બુકિંગ ડોટ કોમ વેબસાઈટ અનુસાર 15 ઓક્ટોબર અને 19 નવેમ્બર હોટલના ભાડા

15 ઓક્ટોબર 2023

Welcomhotel by ITC Hotels, Ashram Road, Ahmedabad – 71,999 રૂપિયાPride Plaza Hotel, Ahmedabad – 53,953Regenta Central Antarim Ahmedabad – 49,572Hotel El Dorado – 26,500Lemon Tree Hotel, Ahmedabad – 22,749

19 નવેમ્બર 2023

Wyndham Ahmedabad Shela – 56,500 રૂપિયાPride Plaza Hotel, Ahmedabad – 40,453 રૂપિયાHotel El Dorado – 26,600 રૂપિયાWelcomHeritage Mani Mansion – 29,220 રૂપિયાRamada Ahmedabad – 28,000 રૂપિયાRegenta Central Antarim Ahmedabad – 41,472 રૂપિયા

ઉલ્લેખનીય છે કે, આઈસીસી વન-ડે વર્લ્ડ કપ-2023નો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. કિકેટ વર્લ્ડ કપની શરૂઆત 5 ઓક્ટોબરથી થશે. પ્રથમ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 2019ની વર્લ્ડકપ વિજેતા ટીમ ઇંગ્લેન્ડ અને ઉપવિજેતા ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે. ફાઇનલ મેચ 19 નવેમ્બરે રમાશે. 46 દિવસ સુધી આ ટૂર્નામેન્ટ ચાલશે. વર્લ્ડ કપની મેચો 10 સ્થળો પર રમાશે. તો જોઈએ ભારત વર્લ્ડ કપની મેચ ક્યાં રમશે અને કોની સામે રમશે.

વન ડે વર્લ્ડ કપમાં ભારતની મેચો

8 ઓક્ટોબર, ભારત વિ. ઓસ્ટ્રેલિયા, ચેન્નઈ11 ઓક્ટોબર, ભારત વિ. અફઘાનિસ્તાન, દિલ્હી15 ઓક્ટોબર, ભારત વિ. પાકિસ્તાન, અમદાવાદ19 ઓક્ટોબર, ભારત વિ. બાંગ્લાદેશ, પૂણે22 ઓક્ટોબર, ભારત વિ. ન્યૂઝીલેન્ડ, ધર્મશાળા29 ઓક્ટોબર, ભારત વિ. ઇંગ્લેન્ડ, લખનઉ2 નવેમ્બર, ભારત વિ. ક્લોલિફાયર- 2, મુંબઈ5 નવેમ્બર, ભારત વિ. સાઉથ આફ્રિકા, કોલકાત્તા11 નવેમ્બર, ભારત વિ. ક્વોલિફાયર – 1, બેંગ્લુરુ

આ પણ વાંચોWorld Cup 2023 Schedule | વનડે વર્લ્ડકપ 2023નો કાર્યક્રમ જાહેર, 46 દિવસ સુધી ચાલશે ટૂર્નામેન્ટ

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 5 મેચો રમાશે

5 ઓક્ટોબર – ઇંગ્લેન્ડ વિ. ન્યૂઝીલેન્ડ15 ઓક્ટોબર – ભારત વિ. પાકિસ્તાન4 નવેમ્બર – ઇંગ્લેન્ડ વિ. ઓસ્ટ્રેલિયા10 નવેમ્બર – દક્ષિણ આફ્રિકા વિ. અફઘાનિસ્તાન19 નવેમ્બર – ફાઇનલ

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ