વર્લ્ડ કપ 2023 : બાબર આઝમની ટીમનો ફિટનેસ ટેસ્ટ થતો નથી, ભારત સામે પાકિસ્તાનની હાર બાદ અનુભવી ખેલાડીએ કર્યો ખુલાસો

World Cup 2023 : ભારતે વર્લ્ડ કપમાં પાકિસ્તાનને હરાવીને પોતાનો અજેય સિલસિલો જારી રાખ્યો હતો. 1992 થી 2003 સુધી બંને ટીમો 8 વખત સામ-સામે ટકરાઇ છે અને ટીમ ઈન્ડિયા તમામ આઠ વખત જીતી છે

Written by Ashish Goyal
October 16, 2023 15:47 IST
વર્લ્ડ કપ 2023  : બાબર આઝમની ટીમનો ફિટનેસ ટેસ્ટ થતો નથી, ભારત સામે પાકિસ્તાનની હાર બાદ અનુભવી ખેલાડીએ કર્યો ખુલાસો
વિકેટની ઉજવણી કરતા પાકિસ્તાનના ખેલાડીઓ. (નિર્મલ હરીન્દ્રન દ્વારા એક્સપ્રેસ તસવીર)

World Cup 2023 : ભૂતપૂર્વ પાકિસ્તાની ફાસ્ટ બોલર વસીમ અકરમે વર્લ્ડ કપ 2023માં 14 ઓક્ટોબર, શનિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતના હાથે સાત વિકેટથી કારમી હારનો સામનો કર્યા બાદ બાબર આઝમની ટીમને નિશાન બનાવી હતી. પોતાના સમયમાં ‘સ્વિંગના સુલતાન’ તરીકે ઓળખાતા અકરમે રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ સામે પાકિસ્તાનના ખરાબ પ્રદર્શન પાછળનું એક કારણ ખરાબ ફિટનેસ ગણાવ્યું હતું. તેણે ખુલાસો કર્યો કે પાકિસ્તાની ટીમના ખેલાડીઓનો કોઈ ફિટનેસ ટેસ્ટ નથી.

વસીમ અકરમે પાકિસ્તાન ટીવી શોમાં કહ્યું કે હું આ ખેલાડીઓની ફિટનેસને લઈને ચિંતિત છું. હવે કોઈ ફિટનેસ ટેસ્ટ થતો નથી. જ્યારે મિસ્બાહ-ઉલ-હક કોચ અને સિલેક્ટર હતા ત્યારે તેઓ યો-યો ટેસ્ટ અને અન્ય ટેસ્ટ કરાવતા હતા. એક પ્રોફેશનલ ક્રિકેટર તમારે મહિનામાં ઓછામાં ઓછા એક વખત ફિટનેસ ટેસ્ટ કરાવવો જોઈએ. જો તમે આવું નહીં કરો તો તમારે તેનો (ભારત સામે હાર) સામનો કરવો પડશે.

પીસીબીએ છેલ્લા 3 વર્ષમાં 3 અધ્યક્ષ જોયા છે

વસીમ અકરમે વધુમાં કહ્યું કે છેલ્લા 3 વર્ષમાં પીસીબીએ 3 અધ્યક્ષ જોયા છે. આનાથી ટીમના સભ્યો અને મેનેજમેન્ટમાં ડર હતો કે શું તેઓ આગામી શ્રેણીનો ભાગ બનશે કે નહીં. 154 રનમાં 2 વિકેટ અને પછી 191 રન. પરંતુ ઓલઆઉટ થવું ખરેખર નિરાશાજનક હતું.

આ પણ વાંચો – ભારત-પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપની મેચમાં બીજી વખત બોલર બન્યો પ્લેયર ઓફ ધ મેચ, 24 વર્ષ પહેલા આ બોલર બન્યો હતો હીરો

વર્લ્ડ કપમાં ભારત પાકિસ્તાન સામે 8-0થી આગળ

તમને જણાવી દઈએ કે ભારતે વર્લ્ડ કપમાં પાકિસ્તાનને હરાવીને પોતાનો અજેય સિલસિલો જારી રાખ્યો હતો. 1992 થી 2003 સુધી બંને ટીમો 8 વખત સામ-સામે ટકરાઇ છે અને ટીમ ઈન્ડિયા તમામ આઠ વખત જીતી છે. ભારત હવે પૂણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં 19 ઓક્ટોબરે બાંગ્લાદેશ સામે ટકરાશે, જ્યારે પાકિસ્તાન બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં 20 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ