WC 2023 IND vs AUS : ઓસ્ટ્રેલિયા સામે ભારત ફરી લાચાર બન્યું, આ હતા હારના મોટા કારણો

World Cup 2023 India defeat reasons : વર્લ્ડ કપ 2023 ની ફાઈનલ મેચમાં ભારત ઓસ્ટ્રેલિયા (India vs Australia) સામે હારી ગયું, જેની પાછળના ચાર મોટા કારણો કહી શકાય જેમાં રોહિત શર્મા (Rohit Sharma), શ્રેયસ અય્યર (shreyas iyer) અને શુભમન ગીલ (shubman gill) સસ્તામાં આઉટ થઈ ગયા, સાથે બોલરો પણ ના ચાલ્યા જે મોટા કારણ સાબિત થયા.

Written by Kiran Mehta
Updated : November 20, 2023 12:24 IST
WC 2023 IND vs AUS : ઓસ્ટ્રેલિયા સામે ભારત ફરી લાચાર બન્યું, આ હતા હારના મોટા કારણો
વર્લ્ડ કપ 2023 - ભારતની હારના મુખ્ય કારણ

World Cup 2023 India Defeat Reasons : વર્લ્ડ કપમાં સંપૂર્ણ રીતે વર્ચસ્વ જમાવી લીધા બાદ ટીમ ઈન્ડિયા ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારી ગઈ અને ઘરઆંગણે વર્લ્ડ ચેમ્પિયન બનવાની તક ગુમાવી દીધી. 2011માં, ભારતે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં 28 વર્ષની રાહ જોયા બાદ વર્લ્ડ કપ જીત્યો હતો. ઓસ્ટ્રેલિયા સામે ભારતની હારના ઘણા કારણો હતા પરંતુ આ ચાર મોટા કહી શકાય.

(1) રોહિત શર્મા આઉટ

ભારતીય કેપ્ટન રોહિત શર્મા સારા ફોર્મમાં હતો. તે એકમાત્ર એવો બેટ્સમેન હતો, જેણે ઓસ્ટ્રેલિયાના બોલરો સામે તોફાની બેટિંગ કરી હતી. તેણે 31 બોલમાં 47 રન બનાવ્યા જેમાં તેણે ચાર ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા. તેના માટે ક્રિઝ પર રહેવું ખૂબ જ જરૂરી હતું. જો આમ થયું હોત તો, ટીમનો સ્કોર વધુ થઈ શક્યો હોત. ટ્રેવિસ હેડના શાનદાર કેચથી તેની ઇનિંગ્સનો અંત આવ્યો.

(2) શ્રેયસ અય્યર અને ગિલ વહેલા આઉટ

શુભમન ગિલ માત્ર ચાર રન બનાવીને આઉટ થયો હતો. શ્રેયસ અય્યર પણ માત્ર ચાર રન બનાવી શક્યો હતો. જેના કારણે ભારત બેકફૂટ પર આવી ગયું.

(3) ભારતીય બોલરો શાનદાર પ્રદર્શન ન કરી શક્યા

સમગ્ર ટુર્નામેન્ટમાં ભારતીય બોલરોનો દબદબો રહ્યો હતો. તેમણે કોઈપણ ટીમને હાવી ન થવા દીધું. ભારતીય બોલરો સામે 100 રન બનાવવા પણ વિરોધીઓ માટે મુશ્કેલ બની રહ્યા હતા. જોકે, રવિવારે ચિત્ર તેનાથી વિપરીત જોવા મળ્યું હતું. 241 ના સ્કોરનો બચાવ કરતી વખતે ટીમ ઈન્ડિયાના બોલરો માત્ર ત્રણ જ વિકેટ લઈ શક્યા હતા.

આ પણ વાંચોWorld Cup 2023 : સતત 2 પરાજયમાંથી બહાર આવી ઓસ્ટ્રેલિયા ફરી બન્યું ચેમ્પિયન, વર્લ્ડ કપ 2023માં ઓસ્ટ્રેલિયાની સફર

(4) ભારતની નબળી ફિલ્ડિંગ

ભારતે આ મેચમાં 18 વધારાના રન આપ્યા હતા. જેમાં બાયના પાંચ રન અને લેગ બાયના બે રન સામેલ હતા. ભારતીય ટીમે કડક ફિલ્ડિંગ કરી ન હતી જેના કારણે ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ સતત સિંગલ લેતા રહ્યા અને તેમના પર કોઈ દબાણ ન જોવા મળ્યું.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ