World Cup 2023, IND vs ENG : વનડે વર્લ્ડકપ 2023માં ડિફેંડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ સંપૂર્ણ પણે સંઘર્ષ કરતી દેખાઈ રહી છે. હવે સ્થિતિ એ છે કે આ ટીમ સેમીફાઇનલની હોડની બહાર થવાની કગાર પર છે. ઈંગ્લેન્ડની ટીમે અત્યાર સુધી 5 મેચો રમી છે જેમાંથી માત્ર એક મેચમાં જ જીત ળી છે જ્યારે 4 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ટીમ ઇન્ડિયાની વાત કરીએ તો આ ટીમ અત્યાર સુધી 5 લીગ મેચોમાં દરેક મુકાબલા જીત્યા છે. હવે ભારતનો મુકાબલો ઇંગ્લેન્ડની સાથે લખનઉમાં રવિવારે થવાનો છે. આ મેચમાં કોને જીત મળશે એ કહેવું મુશ્કેલ છે. કારણ કે ઇંગ્લેન્ડ વાપસી માટે બેતાબ છે. જ્યારે ભારત પોઇન્ટ ટેબલ પર પોતાને વધારે મજબૂત કરવાની કોશિશ કરશે.
વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડનું પલડું ભારત પર ભારે
વર્લ્ડકપમાં ભારત અને ઈંગ્લેન્ડની મેચોની વાત કરીએ તો ઈંગ્લેન્ડ ટીમનું પલડું આંકડાઓમાં થોડું ભારે નજર આવે છે. બંને દેશો વચ્ચેની અત્યાર સુધીની વનડે વર્લ્ડકપમાં કુલ 8 મેચો રમાઈ છે. જેમાં ઈંગ્લેન્ડની ટીમને 4 મેચોમાં જીત મળી છે જ્યારે ભારતે ત્રણ મેચોમાં જીત હાંસલ કરી છે. એક મુકાબલો ટાઈ પર ખતમ થયો હતો. બંને દેશો વચ્ચે રમાયેલા વન ડે મેચોની વાત કરીએ તો અત્યાર સુધી 106 મેચોમાં ભારતને 57 મેચોમાં જીત મળી છે જ્યારે ઈંગ્લેન્ડની ટીમને 44 મુકાબલાઓમાં જીત મળી છે. બે મુકાબલાઓમાં ટાઈ પડી હતી.
વન ડે વર્લ્ડકપમાં બંને દેશો વચ્ચે પહેલી મેચ 1975માં થઈ હતી. ત્યારે ઈંગ્લેન્ડની ટીમે 202 રન બનાવીને મોટા અંતરથી ભારતને હરાવ્યું હતું. જ્યારે 1983માં ભારતે વર્લ્ડકપ જીત્યો હતો. આ સીઝનમાં ટીમ ઈન્ડિયાએ 6 વિકેટથી જીત મેળવી હતી. 1987માં ઈંગ્લેન્ડે ફરીથી વાપસી કરી હતી અને ભારતને 35 રનથી હરાવ્યું હતું. જ્યારે 1992માં ઈંગ્લેન્ડને 9 વિકેટથી જીત મળી હતી. ત્યારબાદ ભારતે 1999માં 36 રનથી અને 2003માં 82 રનથી ઈંગ્લેન્ડને હરાવ્યું હતું. 2011માં ભારતે જ્યારે બીજી વખત ખીતાબ જીત્યો હતો. એ વર્ષે બંને દેશો વચ્ચે મેચ ટાઈ રહી હતી. 2019માં જ્યારે ઈંગ્લેન્ડની ટીમ ચેમ્પિયન બની હતી. એ સીઝનમાં ભારતને 31 રનથી હાર મળી હતી.
ભારત – ઈંગ્લેન્ડના વર્લ્ડકપ મુકાબલા
- 1975 ઇંગ્લેન્ડ 202 રનથી જીત્યું
- 1983 ભારત 6 વિકેટથી જીત્યું
- 1987 ઇંગ્લેન્ડ 35 રનથી જીત્યું
- 1992 ઈંગ્લેન્ડ 9 રનથી જીત્યું
- 1999 ભારત 36 રનથી જીત્યું
- 2003 ભારત 82 રનથી જીત્યું
- 2011 મેચ ટાઈ રહી
- 2019 ઈંગ્લેન્ડ 31 રનથી જીત્યું
ઈંગ્લેન્ડ વિરુદ્ધ ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મો.સિરાઝ, મો. શમી, જસપ્રીત બુમરાહ





