IND vs PAK: વિરાટ કોહલી 11 વર્ષમાં પહેલીવાર વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ફ્લોપ, અડધી સદી પણ ફટકારી ન શક્યો, કોહલીના રન સ્કોરના રેકોર્ડ પર એક નજર

virat Kohli In World Cup 2023 IND vs PAK Match : વિરાટ કોહલી 11 વર્ષમાં પ્રથમ વખત પાકિસ્તાન સામેની વર્લ્ડ કપ મેચમાં ફિફ્ટી ફટકાર્યા વિના પેવેલિયન પરત ફર્યો હતો. જેમાં ઓડીઆઈ અને ટી20 બંને ફોર્મેટના વર્લ્ડ કપનો સમાવેશ થાય છે

Written by Ajay Saroya
October 15, 2023 09:38 IST
IND vs PAK: વિરાટ કોહલી 11 વર્ષમાં પહેલીવાર વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ફ્લોપ, અડધી સદી પણ ફટકારી ન શક્યો, કોહલીના રન સ્કોરના રેકોર્ડ પર એક નજર
વિરાટ કોહલી ભારતની ક્રિકેટ ટીમનો ખેલાડી છે. (Express Photo)

Virat Kohli In World Cup 2023 IND vs PAK Match : અમદાવાદમાં રમાયેલી વર્લ્ડ કપ 2023ની હાઈવોલ્ટેજ મેચમાં ભારતે પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યું હતું. આ મેચમાં ભારતનું રન મશીન વિરાટ કોહલી બેટિંગમાં ફ્લોપ રહ્યો હતો. આ મેચમાં કોહલીએ માત્ર 16 રન જ બનાવ્યા હતા. આ મેચમાં પણ ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન સામે અડધી સદી ફટકારનાર વિરાટ કોહલી પાસેથી મોટી ઇનિંગ્સની અપેક્ષા હતી, પરંતુ તેણે ક્રિકેટ પ્રેમીઓને નિરાશ કર્યા.

11 વર્ષમાં પહેલીવાર વિરાટ કોહલી પાકિસ્તાન સામે ફ્લોપ (Virat Kohli In IND vs PAK Match World Cup 2023)

વિરાટ કોહલી 11 વર્ષમાં પ્રથમ વખત પાકિસ્તાન ક્રિકેટ ટીમ સામે વર્લ્ડ કપ મેચમાં ફિફ્ટી ફટકાર્યા વિના પેવેલિયન પરત ફર્યો હતો. જેમાં ODI અને T20 બંને ફોર્મેટમાં વર્લ્ડ કપનો સમાવેશ થાય છે. વર્ષ 2011થી વિરાટ કોહલીનું બેટ દરેક વખતે વર્લ્ડ કપ (T20 અને ODI)માં પાકિસ્તાન સામે ધુંઆધર બેટિંગ કરે છે, પરંતુ કોહલી પચાસથી ઓછા સ્કોર પર આઉટ થયો હોય તેવી આ પહેલી ઘટના છે. વિરાટ કોહલીએ 5 વખત 50થી વધારે અને છેલ્લી 7 ઈનિંગ્સમાંથી 6માં ફિફ્ટી ફટકારી હતી.

India vs Pakistan Live Score | India vs Pakistan | World Cup 2023
પાકિસ્તાન સામે વિકેટની ઉજવણી કરતા ભારતીય પ્લેયર્સ. (તસવીર – જય શાહ ટ્વિટર)

વર્લ્ડ કપ (ODI + T20)માં પાકિસ્તાન સામે સૌથી વધુ રન વિરાટ કોહલીના નામ (Virat Kohli cricket Run Scored Record)

તમને જણાવી દઈએ કે વિરાટ કોહલી એવો ખેલાડી છે જેણે વર્લ્ડ કપ (ODI અને T20)માં પાકિસ્તાન વિરુદ્ધ સૌથી વધુ રન બનાવ્યા છે. વિરાટે 9 મેચમાં 103.40ની એવરેજથી 517 રન બનાવ્યા છે. જેમા વિરાટ કોહલીએ એક સદી 5 હાફ સેન્ચ્યુરી ફટકારી છે. વિરાટે વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે પોતાની એકમાત્ર સદી 2015માં ફટકારી હતી. તે મેચમાં કોહલીએ 107 રન બનાવ્યા હતા.

વર્લ્ડ કપ 2023ની મેચમાં પાકિસ્તાન સામે ભારતની ભવ્ય જીત (World Cup 2023 IND vs PAK Match)

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 14 ઓક્ટોબર, 2023ના રોજ રમાયેલી ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચમાં ટીમ ઈન્ડિયાનો 7 વિકેટે વિજય થયો હતો. પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને ભારતને 192 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારતે આ લક્ષ્યાંક 31મી ઓવરમાં 3 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. રોહિત શર્માએ સૌથી વધુ 86 રન બનાવ્યા હતા જ્યારે શ્રેયસ અય્યર અડધી સદી ફટકાર્યા બાદ અણનમ રહ્યો હતો. શુભમન ગીલે 16 રન અને વિરાટ કોહલીએ પણ 16 રન બનાવ્યા હતા. જ્યારે કેએલ રાહુલ 19 રન બનાવીને અણનમ રહ્યો હતો.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ