IND vs AUS WC 2023 Final : રવિવારે આખી દુનિયાની નજર અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર હશે કારણ કે, વિશ્વની બે શ્રેષ્ઠ ટીમો અહીં ODI વર્લ્ડ કપ 2023 ની ફાઈનલ રમવા ઉતરશે. રોહિત શર્મા અને પેટ કમિન્સની કેપ્ટન્સીમાં પ્રથમ વખત ભારત અને ઓસ્ટ્રેલિયા ફાઇનલમાં પહોંચ્યા છે અને વર્લ્ડ ચેમ્પિયન બનવાથી માત્ર એક જીત દૂર છે. આ મેચમાં બંને ટીમો વચ્ચે જોરદાર મુકાબલાની પૂરેપૂરી અપેક્ષા છે અને જે ટીમ આ ફાઈનલના દબાણને વધુ સારી રીતે પચાવી શકશે તે જીતી શકશે, પરંતુ આ મેચમાં ટોસની ભૂમિકા પણ મહત્વની બનવાની છે.
પ્રથમ બેટિંગ ફાયદાકારક રહેશે
અમદાવાદમાં રમાનારી ફાઈનલ મેચમાં ટોસની ભૂમિકાને નકારી શકાય તેમ નથી કારણ કે, જે ટીમ જીતશે તેની જીતવાની તકો વધુ રહેશે. આ મેચમાં જે પણ ટીમ ટોસ જીતશે તેના માટે બેટિંગ ફાયદાકારક રહેશે. તેની પાછળ ઘણા કારણો છે કારણ કે અહીંની પિચ સમય સાથે ધીમી થઈ જશે અને પાછળથી બેટિંગ કરવી મુશ્કેલ બનશે. આ સિવાય, જો પ્રથમ બેટિંગ કરનાર ટીમ સ્કોર બોર્ડ પર સારો સ્કોર (315-350) પોસ્ટ કરે છે, તો બીજી ટીમ પર ફાઇનલમાં જીતવા માટે ઘણું દબાણ રહેશે. ફાઇનલ મેચનું પ્રેશર ઘણું વધારે હોય છે અને આ સ્થિતિમાં શ્રેષ્ઠ ટીમ પણ વિખૂટી પડી જાય છે.
ફાઈનલ મેચ પહેલા અમદાવાદના પીચ ક્યુરેટરે પીટીઆઈ સાથે વાત કરતા સ્પષ્ટ કહ્યું હતું કે, જો અહીં પ્રથમ બેટિંગ કરનારી ટીમ 315 રન બનાવશે તો, તે ટીમ આ સ્કોરનો બચાવ કરી શકશે કારણ કે, પાછળથી પીચ ધીમી ચાલતી રહેશે અને બેટિંગ નહીં ઈઈ શકે. પિચ ક્યુરેટરના આ ઘટસ્ફોટ પછી, બંને ટીમો ટોસ જીતવા અને પછી મેચ પણ જીતવા માંગે છે. જો કે ક્રિકેટમાં શું થશે તે વિશે કંઈ કહી શકાય નહીં, પરંતુ ઘણું બધું પરિસ્થિતિઓ પર નિર્ભર છે જેને નકારી શકાય નહીં. જો કે, આ મેદાન પર ભારતને જે સમર્થન મળશે અને ટીમ ઈન્ડિયા માટે ઉત્સાહિત પ્રશંસકોની સંખ્યા કાંગારૂઓની મુશ્કેલીઓમાં વધારો કરશે. ઓસ્ટ્રેલિયા માટે ભારતને તેની જ ધરતી પર ફાઇનલમાં હરાવવું આસાન નહીં હોય.