India vs Netherlands World Cup 2023 : શ્રેયસ ઐય્યર (128)અને કેએલ રાહુલ (102)ની સદીની મદદથી ભારતે વર્લ્ડ કપમાં નેધરલેન્ડ્સ સામે 160 રને વિજય મેળવ્યો છે. ભારતે 50 ઓવરમાં 4 વિકેટે 410 રન બનાવ્યા હતા. જવાબમાં નેધરલેન્ડ્સ 47.5 ઓવરમાં 250 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. આ જીત સાથે ભારતે વર્લ્ડ કપમાં સતત નવમો વિજય મેળવ્યો રેકોર્ડ બનાવ્યો છે. આ પહેલા ભારત 2003ના વર્લ્ડ કપમાં સતત 8 મેચ જીત્યું હતું. વર્લ્ડ કપમાં સૌથી વધારે જીતનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના નામે છે. તેણે 2003 અને 2007માં 11-11 મેચમાં જીત મેળવી હતી. ભારતે આ વર્લ્ડ કપમાં 9માંથી 9 મેચમાં જીત મેળવી છે એકપણ મેચ ગુમાવી નથી. ભારત હવે 15 નવેમ્બરે ન્યૂઝીલેન્ડ સામે પ્રથમ સેમિ ફાઇનલમાં ટકરાશે.
નેધરલેન્ડ્સ ઇનિંગ્સ
-ભારત તરફથી બુમરાહ, સિરાજ, જાડેજા અને કુલદીપે 2-2 વિકેટ ઝડપી, કોહલી અને રોહિત શર્માને 1-1 વિકેટ મળી.
– તેજા નિદામાનુર 39 બોલમાં 1 ફોર 6 સિક્સરની મદદથી રોહિત શર્માની ઓવરમાં કેચ આઉટ થયો.
-આર્યન દત્ત 5 રને બુમરાહની ઓવરમાં બોલ્ડ થયો.
-વાન ડેર મર્વે 8 બોલમાં 1 ફોર 2 સિક્સરની મદદથી 16 રને જાડેજાની ઓવરમાં કેચ આઉટ થયો.
-લાગોન વાન બીક 15 બોલમાં 2 ફોર સાથે 16 રન બનાવી બોલ્ડ.
-નેધરલેન્ડ્સે 41 ઓવરમાં 200 રન પુરા કર્યા.
-સિબ્રાન્ડ એન્જેલબ્રેક્ટ 80 બોલમાં 4 ફોર સાથે 45 રન બનાવી સિરાજની ઓવરમાં બોલ્ડ.
-નેધરલેન્ડ્સે 34.1ઓવરમાં 150 રન પુરા કર્યા.
-બાસ ડી લીડે 21 બોલમાં 12 રન બનાવી બુમરાહની ઓવરમાં બોલ્ડ થયો.
-કેપ્ટન સ્કોટ એડવર્ડ્સ 17 રન બનાવી વિરાટ કોહલીની ઓવરમાં કેચ આઉટ થયો.
-નેધરલેન્ડ્સે 23.2 ઓવરમાં 100 રન પુરા કર્યા.
-મેક્સ ઓ ડાઉડ 42 બોલમાં 3 ફોર 1 સિક્સરની મદદથી 30 રન બનાવી જાડેજાની ઓવરમાં બોલ્ડ.
-કોલિન એકરમેન 32 બોલમાં 6 ફોર સાથે 35 રન બનાવી કુલદીપ યાદવની ઓવરમાં એલબી આઉટ થયો.
-નેધરલેન્ડ્સે 8.1 ઓવરમાં 50 રન પુરા કર્યા.
-વેસ્લી બેરેસી 5 બોલમાં 4 રન બનાવી મોહમ્મદ સિરાજની ઓવરમાં કેચ આઉટ થયો.
આ પણ વાંચો – શ્રેયસ ઐય્યરે ચોથા નંબરે સદી ફટકારી યુવરાજ સિંહની બરાબરી કરી
ભારત ઇનિંગ્સ
-ભારતના 50 ઓવરમાં 4 વિકેટે 410 રન
-શ્રેયસ ઐયરના 94 બોલમાં 10 ફોર 5 સિક્સરની મદદથી અણનમ 128 રન.
-કેએલ રાહુલ 64 બોલમાં 102 રન બનાવી કેચ આઉટ થયો.
-કેએલ રાહુલે 62 બોલમાં 11 ફોર 4 સિક્સરની મદદથી સદી ફટકારી.
-ભારતે 49.2 ઓવરમાં 400 રન પુરા કર્યા
-ભારતે 46.4 ઓવરમાં 350 રન પુરા કર્યા.
-શ્રેયસ ઐયરે 84 બોલમાં 9 ફોર 2 સિક્સરની મદદથી સદી ફટકારી.
-કેએલ રાહુલે 40 બોલમાં 7 ફોર સાથે અડધી સદી ફટકારી.
-ભારતે 41.4 ઓવરમાં 300 રન પુરા કર્યા.
-ભારતે 35.4 ઓવરમાં 250 રન પુરા કર્યા.
– શ્રેયસ ઐયરે 48 બોલમાં 6 ફોર સાથે અડધી સદી ફટકારી.
-વિરાટ કોહલી 56 બોલમાં 5 ફોર 1 સિક્સર સાથે 51 રન બનાવી બોલ્ડ થયો.
-ભારતે 28.3 ઓવરમાં 200 રન પુરા કર્યા.
-વિરાટ કોહલીએ 53 બોલમાં 5 ફોર 1 સિક્સર સાથે 50 રન પુરા કર્યા.
-ભારતે 21.3 ઓવરમાં 150 રન પુરા કર્યા.
-રોહિત શર્મા 54 બોલમાં 8 ફોર 2 સિક્સર સાથે 61 રન બનાવી બાસ ડી લીડેની ઓવરમાં કેચ આઉટ થયો.
-રોહિત શર્માએ 44 બોલમાં 8 ફોર 1 સિક્સર સાથે અડધી સદી ફટકારી
-ભારતે 11.4 ઓવરમાં 100 રન પુરા કર્યા.
-શુભમન ગિલ 32 બોલમાં 3 ફોર 4 સિક્સર સાથે મીકેરેનની ઓવરમાં કેચ આઉટ થયો.
-શુભમન ગિલે 30 બોલમાં 3 ફોર 4 સિક્સર સાથે અડધી સદી ફટકારી.
-ભારતે 6 ઓવરમાં 50 રન પુરા કર્યા.
-ભારતની ટીમમાં કોઇ ફેરફાર નહીં.
-નેધરલેન્ડ્સ સામે ભારતના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
બન્ને ટીમો આ પ્રમાણે છે
ભારત : રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ.
નેધરલેન્ડ્સ : મેક્સ ઓ ડાઉડ, વેસ્લી બેરેસી, કોલિન એકરમેન, સિબ્રાન્ડ એન્જેલબ્રેક્ટ, સ્કોટ એડવર્ડ્સ (કેપ્ટન), બાસ ડી લીડે, તેજા નિદામાનુરુ, લોગાન વાન બીક, વાન ડેર મર્વે, આર્યન દત્ત, પોલ વાન મીકેરેન.





