World Cup 2023, India vs Pakistan : 14 ઓક્ટોબરે વર્લ્ડ કપ 2023માં ભારત અને પાકિસ્તાન વચ્ચે એક હાઇ પ્રોફાઇલ મુકાબલો રમાવાનો છે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. મેચ પહેલા બોલિવૂડના તમામ સુપરસ્ટાર સિંગર્સ પોતાના સૂરોના તાલે ક્રિકેટ પ્રશંસકોને ડોલાવશે. અરિજિત સિંહ સિંહ, શંકર મહાદેવન, સુખવિન્દર સિંહ પોતાના અવાજથી લોકોને મંત્રમુગ્ધ કરશે. બીસીસીઆઈએ તેના સત્તાવાર એક્સ (અગાઉ ટ્વિટર) એકાઉન્ટ પર આ માહિતી આપી છે.
BCCIએ X પર સિંગર્સના પર્ફોમન્સ વિશે માહિતી આપી છે. અરિજિત સિંહના પર્ફોમન્સ વિશે માહિતી આપતાં BCCIએ લખ્યું છે કે એક ખાસ પર્ફોમન્સ સાથે બહુ પ્રતિષ્ઠિત #INDvPAK મુકાબલાની શરૂઆત ખશે! વિશ્વના સૌથી મોટા ક્રિકેટ ગ્રાઉન્ડ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અરિજિત સિંહના મંત્રમુગ્ધ કરી દેનાર ખાસ મ્યુઝિકલ માટે. તૈયાર થઈ જાઓ! 14 ઓક્ટોબરે બપોરે 12:30 વાગ્યે શરૂ થતા પ્રી-મેચ શો માં સામેલ થાવ.
આ પણ વાંચો – ભારત-પાકિસ્તાન મેચમાં વરસાદ બની શકે છે વિધ્ન, અમદાવાદમાં 14 અને 15 તારીખે વરસાદની આગાહી
સુખવિન્દર સિંહના પર્ફોમન્સ વિશે માહિતી આપતાં BCCIએ લખ્યું છે કે સુખવિન્દર સિંહ આ પ્રસંગને વધુ ખાસ બનાવવા માટે તૈયાર છે. 14 ઓક્ટોબરે #INDvPAK ગેમ શરૂ થાય તે પહેલાં તેમનું સેનસેશનલ પર્ફોમન્સ જુઓ. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બપોરે 12:30 વાગ્યાથી લાઇવ જુઓ.
શંકર મહાદેવન કરશે પર્ફોમન્સ
શંકર મહાદેવનના પર્ફોમન્સ વિશે માહિતી આપતાં, BCCIએ લખ્યું કે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મોટી મેચ પહેલા શંકર મહાદેવનને લાઇવ જુઓ, જે #INDvPAK મેચ પહેલા સ્ટેજ પર ધમાલ મચાવશે. 14મી ઓક્ટોબરે બપોરે 12.30 વાગ્યે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ મેદાનમાં પ્રી-મેચ શોનો અનુભવ લો.
નોંધનીય છે કે ક્રિકેટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ મેચ જોવા માટે દરેક લોકો ખૂબ જ ઉત્સાહિત છે. આ મેચ જોવા માટે માત્ર ભારત કે પાકિસ્તાન જ નહીં દુનિયાભરમાંથી લોકો આવવાના છે. સતત બે જીત નોંધાવ્યા બાદ આત્મવિશ્વાસ સાથે ભારત શનિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પરંપરાગત હરીફ પાકિસ્તાન સામે ટકરાશે.