મોહમ્મદ શમી પર ફિદા થઇ બોલિવૂડ અભિનેત્રી, લગ્ન માટે આપ્યો પ્રસ્તાવ, હસીન જહાંની પણ લગાવી ક્લાસ

Mohammed Shami : મોહમ્મદ શમીની બોલિંગથી પ્રભાવિત અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર લગ્ન માટે પ્રસ્તાવ મુક્યો છે

Written by Ashish Goyal
November 10, 2023 15:40 IST
મોહમ્મદ શમી પર ફિદા થઇ બોલિવૂડ અભિનેત્રી, લગ્ન માટે આપ્યો પ્રસ્તાવ, હસીન જહાંની પણ લગાવી ક્લાસ
અભિનેત્રી પાયલ ઘોષ અને મોહમ્મદ શમી (તસવીર - instagram )

Mohammed Shami : મોહમ્મદ શમીએ વર્લ્ડ કપ 2023માં ધૂમ મચાવી દીધી છે. શમીને શરૂઆતમાં ટીમમાં સ્થાન મળ્યું ન હતું પણ જ્યારથી તે પ્લેઇંગ ઇલેવનમાં આવ્યો છે ત્યારથી તેણે કોઈ વિરોધી બેટ્સમેનને સેટ થવાની પણ તક આપી નથી. શમીએ તેના ચાહકોને જીતી લીધા છે અને તેમાં અભિનેત્રી અને મોડલ પાયલ ઘોષ પણ છે.

પાયલ ઘોષ શમી સાથે લગ્ન કરવા માંગે છે

પાયલ ઘોષ શમીના સમર્થનમાં સતત ટ્વિટ કરી રહી છે. તે તેની બોલિંગથી એટલી પ્રભાવિત છે કે તે લગ્ન માટે પણ તૈયાર છે. તેણે ટ્વિટ કરીને લખ્યું કે મોહમ્મદ શમી, જો તમે તમારુ અંગ્રેજી સુધારી તો હું તારી સાથે લગ્ન કરવા તૈયાર છું. આના થોડા સમય બાદ તેણે લખ્યું કે મોહમ્મદ શમી, સેમિ ફાઇનલમાં તમારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે તમે મારી પાસેથી કેવું નૈતિક સમર્થન ઇચ્છો છો. આપણે પહેલા ફાઈનલમાં સ્થાન બનાવવું છે અને હું ઈચ્છું છું કે તમે હીરો બનો.

https://www.instagram.com/p/CzbplsWKGPD/

આ દરમિયાન પાયલે શમીની પહેલી પત્ની હસીન જહાંનો સોશિયલ મીડિયા પર ક્લાસ લીધો હતો. પાયલે એક પોસ્ટમાં લખ્યું, કે મીડિયાના લોકો મને ફોન કરીને કહી રહ્યા છે કે શમીની પત્ની તેનું મનોબળ તોડવાનો પ્રયાસ કરી રહી છે. આ યોગ્ય નથી. અમે ઇચ્છીએ છીએ કે ભારત વર્લ્ડ કપ જીતે અને તે બોલિંગ આક્રમણનું નેતૃત્વ કરે. હવે સમય આવી ગયો છે કે આપણે પુરુષો માટે પણ વાત કરીએ.

આ પણ વાંચો – આઈસીસી વન-ડે રેન્કિંગ : શુભમન ગિલ બાબર આઝમને પછાડી નંબર વન બેટર બન્યો

મોહમ્મદ શમીએ 4 મેચમાં 16 વિકેટ ઝડપી

મોહમ્મદ શમીએ વર્લ્ડ કપ 2023માં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે 4 મેચમાં 7 ની એવરેજથી 16 વિકેટ ઝડપી છે. જેમાં બે વખત 5 વિકેટ ઝડપી છે. તેનું બેસ્ટ પ્રદર્શન 18 રનમાં 5 વિકેટ છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ