વર્લ્ડ કપ 2023 : પાકિસ્તાનનો સતત ચોથો પરાજય, દક્ષિણ આફ્રિકાનો 1 વિકેટે રોમાંચક વિજય

World Cup 2023 : એડન માર્કરામના 91 રન, દક્ષિણ આફ્રિકા 10 પોઇન્ટ સાથે પોઇન્ટ ટેબલમાં નંબર વનના સ્થાને પહોંચી ગયું, સેમિ ફાઇનલમાં પહોંચવાની આશા લગભગ ખતમ થઇ ગઇ

Written by Ashish Goyal
Updated : October 27, 2023 23:08 IST
વર્લ્ડ કપ 2023 : પાકિસ્તાનનો સતત ચોથો પરાજય, દક્ષિણ આફ્રિકાનો 1 વિકેટે રોમાંચક વિજય
વર્લ્ડ કપ 2023 : પાકિસ્તાન વિ. દક્ષિણ આફ્રિકા મેચ (Twitter)

World Cup 2023 Pakistan vs South Africa Score : તબરીશ શમસીની 4 વિકેટ પછી એડન માર્કરામના 91 રનની મદદથી દક્ષિણ આફ્રિકાએ આઈસીસી વન-ડે વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે 1 વિકેટે રોમાંચક વિજય મેળવ્યો છે. પાકિસ્તાન 46.4 ઓવરમાં 270 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. જવાબમાં દક્ષિણ આફ્રિકાએ 47.2 ઓવરમાં 9 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. વર્લ્ડ કપ 2023માં પાકિસ્તાનનો સતત ચોથા પરાજય થયો છે અને તેની સેમિ ફાઇનલમાં પહોંચવાની આશા લગભગ ખતમ થઇ ગઇ છે. બીજી તરફ દક્ષિણ આફ્રિકા 10 પોઇન્ટ સાથે પોઇન્ટ ટેબલમાં નંબર વનના સ્થાને પહોંચી ગયું છે.

બાવુમા અને ડી કોકે પ્રથમ વિકેટ માટે 34 રનની ભાગીદારી નોંધાવી હતી. ડી કોક 24 અને બાવુમા 28 રને આઉટ થયો હતો. ડુસેન 21 અને ક્લાસેન 12 રને આઉટ થયા હતા. માર્કરામ (91) અને ડેવિડ મિલરે (29)બાજી સંભાળી હતી. આ પછી માર્કો જાન્સેને 20 અને અંતિમ વિકેટ માટે કેશવ મહારાજ અને શમસીએ 11 રનની ભાગીદારી નોંધાવી જીત અપાવી હતી.

આ પણ વાંચો – કોહલી ક્યારે ફટકારશે વન-ડે કારકિર્દીની 50મી સદી, સુનીલ ગાવસ્કરે જણાવ્યો દિવસ અને સ્થળનું નામ

પાકિસ્તાન તરફથી સઉદ શકીલે 52 રન જ્યારે કેપ્ટન બાબર આઝમે 50 રન બનાવ્યા હતા. આ સિવાય શાદાબ ખાને 43 , મોહમ્મદ રિઝવાને 31 અને મોહમ્મદ નવાઝે 24 રન બનાવ્યા હતા. પાકિસ્તાનના બન્ને ઓપનર ફ્લોપ રહ્યા હતા. અબ્દલ્લા શફીક 9 અને ઇમામ ઉલ હક 12 રને આઉટ થયોહતો.

દક્ષિણ આફ્રિકા તરફથી તબરેઝ શમસીએ સૌથી વધારે ચાર વિકેટ ઝડપી હતી. માર્કો જાન્સેને 3 વિકેટ, કોત્જેએ 2 વિકેટ અને એન્ગિડીને 1 વિકેટ મળી હતી.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ