વર્લ્ડ કપ 2023 : રોહિત શર્મા અને શુભમન ગિલમાં ચાલી રહી છે જોરદાર સ્પર્ધા, આ મામલે કોણ એકબીજાને રાખશે પાછળ

World Cup 2023 : ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાં ભારતીય ટીમે 2-1થી જીત મેળવી, કેએલ રાહુલની કેપ્ટનશિપમાં પહેલી બે મેચ જીત્યા બાદ રોહિત શર્માની કેપ્ટનશિપમાં ભારતીય ટીમનો ત્રીજી વન-ડેમાં પરાજય થયો હતો, ટીમ ઈન્ડિયા માટે સૌથી સારી વાત એ છે કે ટીમના બેટ્સમેન લયમાં દેખાઈ રહ્યા છે

Written by Ashish Goyal
September 28, 2023 15:11 IST
વર્લ્ડ કપ 2023 : રોહિત શર્મા અને શુભમન ગિલમાં ચાલી રહી છે જોરદાર સ્પર્ધા, આ મામલે કોણ એકબીજાને રાખશે પાછળ
રોહિત શર્મા અને શુભમન ગિલ (BCCI/Twitter)

World Cup 2023 : વન ડે વર્લ્ડકપ 2023નો પ્રારંભ 5 ઓક્ટોબરથી થશે અને તે પહેલા જ ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા સામે ત્રણ મેચની વન ડે શ્રેણી રમ્યું હતું. આ સિરીઝમાં ભારતીય ટીમે 2-1થી જીત મેળવી હતી અને કેએલ રાહુલની કેપ્ટનશિપમાં પહેલી બે મેચ જીત્યા બાદ રોહિત શર્માની કેપ્ટનશિપમાં ભારતીય ટીમનો 66 રનથી પરાજય થયો હતો.

વર્લ્ડ કપ પહેલા જ આ હાર બાદ ભારતીય ટીમ પોતાની ખામીને દૂર કરવાનો પ્રયાસ જરૂર કરશે, પરંતુ ટીમ ઈન્ડિયા માટે સૌથી સારી વાત એ છે કે ટીમના બેટ્સમેન લયમાં દેખાઈ રહ્યા છે. કેપ્ટન રોહિત શર્મા પણ સતત સારો દેખાવ કરી રહ્યો છે. કાંગારુ ટીમ સામેની છેલ્લી વન-ડેમાં રોહિત શર્મા સદી ચૂકી ગયો હતો પરંતુ તેણે 81 રનની સારી ઇનિંગ્સ રમી હતી. આ ઈનિંગ્સ દરમિયાન રોહિતના બેટમાંથી 6 સિક્સર અને 5 ફોર જોવા મળી હતી. આ છગ્ગાની મદદથી રોહિત શર્મા હવે આ વર્ષે એટલે કે 2023માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર ફટકારનાર પ્લેયર બની ગયો છે.

રોહિત અને શુભમન ગિલ વચ્ચે જંગ યથાવત

ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ બે વન-ડે દરમિયાન શુભમન ગિલે આ વર્ષે સૌથી વધુ છગ્ગા ફટકારવાના મામલે રોહિત શર્માને પાછળ છોડી દીધો હતો. પરંતુ ત્રીજી વન-ડેમાં રોહિત શર્માએ વાપસી કરી હતી અને 6 છગ્ગા ફટકારીને શુભમન ગિલને પાછળ રાખી દીધો હતો. વર્ષ 2023માં બંને વચ્ચે સૌથી વધુ છગ્ગા ફટકારવાની સ્પર્ધા છે અને આખરે કોણ કોને પાછળ છોડી જશે તે જોવું રસપ્રદ બની રહેશે. આ વર્ષે અત્યાર સુધીમાં રોહિત શર્માએ 26 ઇનિંગ્સમાં કુલ 49 જ્યારે ગિલે 39 ઇનિંગ્સમાં 46 સિક્સર ફટકારી છે.

એક વર્ષમાં ભારત માટે સૌથી વધુ સિક્સર ફટકારનાર પ્લેયર

78 – રોહિત શર્મા (2019)74 – રોહિત શર્મા (2018)74 – સૂર્યકુમાર યાદવ (2022)65 – રોહિત શર્મા (2017)51 – સચિન તેંડુલકર (1998)49 – રોહિત શર્મા (2023)47 – યુવરાજ સિંહ (2007)46 – શુભમન ગિલ (2023)46 – રોહિત શર્મા (2016)45 – રોહિત શર્મા (2022)

આ પણ વાંચો – વર્લ્ડ કપ 2023 : ડેલ સ્ટેને પસંદ કરી ફાઇનલમાં પહોંચનારી બે ટીમ, જાણો ભારત સિવાય બીજી ટીમ કોણ?

પ્રથમ 10 ઓવરમાં ભારત માટે વન-ડેમાં સૌથી વધુ સિક્સર ફટકારનારા પ્લેયર્સ

89 – રોહિત શર્મા43 – વીરેન્દ્ર સેહવાગ24 – શિખર ધવન12 – સચિન તેંડુલકર12 – શુભમન ગિલ11 – વિરાટ કોહલી11 – સૌરવ ગાંગુલી

રોહિતે 31મી વખત એક ઈનિંગ્સમાં 5 કે તેથી વધુ સિક્સર ફટકારી

રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી મેચમાં 6 સિક્સર ફટકારી હતી. આ તેની ક્રિકેટ કારકિર્દીમાં 31મી વખત એવું બન્યું હતું જ્યારે તેણે ભારત માટે એક ઈનિંગ્સમાં 5 કે તેથી વધુ સિક્સર ફટકારી છે. વિરેન્દ્ર સહેવાગે પોતાની ક્રિકેટ કારકિર્દી દરમિયાન 10 વખત આવી સિદ્ધિ મેળવી હતી.

એક ઇનિંગ્સમાં 5 કે તેથી વધુ સિક્સર ફટકારનાર બેટ્સમેન

31 વખત – રોહિત શર્મા10 વખત – વીરેન્દ્ર સેહવાગ9 વખત – યુવરાજ સિંહ8 વખત – એમએસ ધોની8 વખત – સચિન તેંડુલકર8 વખત – વિરાટ કોહલી8 વખત – સૂર્યકુમાર યાદવ

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ