World Cup 2023 : વર્લ્ડ કપ 2023માં કયો ખેલાડી ટીમ ઇન્ડિયા માટે એક્સ ફેક્ટર સાબિત થશે? સ્ટીવ સ્મિથે કર્યો નામનો ખુલાસો

World Cup 2023 : દિગ્ગજ ઓસ્ટ્રેલિયન બેટ્સમેન સ્ટીવ સ્મિથે જણાવ્યુ કે, આ વર્લ્ડ કપ 2023માં ટીમ ઇન્ડિયા માટે ક્યો ખેલાડી એક્સ ફેક્ટર સાબિત થશે.

Written by Ajay Saroya
September 17, 2023 16:36 IST
World Cup 2023 : વર્લ્ડ કપ 2023માં કયો ખેલાડી ટીમ ઇન્ડિયા માટે એક્સ ફેક્ટર સાબિત થશે? સ્ટીવ સ્મિથે કર્યો નામનો ખુલાસો
ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગિલ (સ્રોત- ટ્વિટર)

World Cup 2023 : વનડે વર્લ્ડ કેપ 2023ની યજમાની આ વખતે ભારત કરશે અને આ ICCની આ ક્રિકેટ ટૂર્નામેન્ટ ભારતમાં 5 ઓક્ટોબરથી શરૂ થશે. આ વખતે ફાઇનલ મેચ 19 નવેમ્બરે રમાશે અને કુલ 10 ટીમો ચેમ્પિયન બનવા માટે સામસામે ટકરાશે. ટીમ ઈન્ડિયા આ ટૂર્નામેન્ટમાં ફરી એકવાર ત્રીજી વખત ODI વર્લ્ડ ચેમ્પિયન બનવાનો પ્રયાસ કરશે અને આ ટૂર્નામેન્ટ માટે ટીમ ઇન્ડિયાની પણ જાહેરાત કરવામાં આવી છે.

વર્લ્ડ કપ 2023ની ટીમ ઇન્ડિયા પ્લેયરમાં કોણ કોણ છે? (Team India World Cup Player List)

વર્લ્ડ કપ 2023ની ટીમ ઇન્ડિયા પ્લેયરમાં વિરાટ કોહલી, રોહિત શર્મા, કેએલ રાહુલ, જસપ્રિત બુમરાહ, શ્રેયસ અય્યર, ઈશાન કિશન જેવા સ્ટાર ખેલાડીઓ વર્લ્ડ કપમાં પરફોર્મ કરતા જોવા મળશે, પરંતુ આ વખતે કયો ભારતીય ખેલાડી ટીમ માટે એક્સ-ફેક્ટર સાબિત થશે. તેના વિશે ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન સ્ટીવ સ્મિથે જણાવ્યું કે તે આ વર્લ્ડ કપ માટે ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમનો ભાગ છે.

રોહિત શર્મા ભારત માટે એક્સ ફેક્ટર સાબિત થશે

ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન સ્ટીવ સ્મિથે કહ્યું કે આ વનડે વર્લ્ડ કપમાં કોણ ભારત માટે એક્સ ફેક્ટર સાબિત થશે. સ્મિથે સ્ટાર સ્પોર્ટ્સ પર કહ્યું કે આ વખતે રોહિત શર્મા ODI વર્લ્ડ કપમાં ભારત માટે એક્સ ફેક્ટર સાબિત થશે. તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયા પ્રથમ વખત રોહિત શર્માની કેપ્ટન્સીમાં ODI વર્લ્ડ કપમાં રમશે. આ વખતે રોહિત શર્મા પાસે કપિલ દેવ અને એમએસ ધોનીના ઈતિહાસનું પુનરાવર્તન કરવાનો મોકો છે, જેમણે પોતાની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયાને વર્લ્ડ કપ ચેમ્પિયન બનાવ્યું હતું.

આ પણ વાંચો | એશિયા કપમાં રોહિત શર્માએ બનાવ્યો શરમજનક રેકોર્ડ, 25 વર્ષ બાદ ભારતીય કેપ્ટન સાથે આવુ બન્યુ

આ ODI વર્લ્ડ કપ 2023માં રોહિત શર્માની કેપ્ટનશિપની મોટી કસોટી થવાની છે કારણ કે તેની સામે ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન, સાઉથ આફ્રિકા જેવી ટીમો હશે જેની સામે ટીમ ઇન્ડિયા ટકરાશે. જો કે, રોહિત શર્મા અને ટીમ ઈન્ડિયા માટે સૌથી સારી વાત એ છે કે તેમને આ ટૂર્નામેન્ટ તેમના ઘરે રમવાની છે અને તેમને તેમના ઘરની પરિસ્થિતિનો પૂરો લાભ પણ મળશે. જો કે, રોહિત શર્માએ ઇંગ્લેન્ડની ધરતી પર છેલ્લા ODI વર્લ્ડ કપમાં શાનદાર બેટિંગ કરી હતી અને તે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો હતો. ઈંગ્લેન્ડમાં ગત વર્લ્ડ કપમાં તેણે 5 સદીની મદદથી 648 રન બનાવ્યા હતા અને તેની એવરેજ 81ની હતી.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ