વિરાટ કોહલીને ડ્રેસિંગ રૂમમાં આપવામાં આવ્યો ગોલ્ડ મેડલ, રાફેલ નડાલના અંદાજમાં કરી ઉજવણી

Virat Kohli Best Fielder : ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ વિરાટ કોહલીએ માત્ર બેટથી જ મહત્વનું યોગદાન આપ્યું ન હતું પરંતુ શાનદાર ફિલ્ડિંગ પણ કરી હતી. ભારતના ડ્રેસિંગ રૂમમાં કોહલીને મેચનો સર્વશ્રેષ્ઠ ફિલ્ડર જાહેર કરવામાં આવ્યો હતો

Written by Ashish Goyal
October 09, 2023 14:38 IST
વિરાટ કોહલીને ડ્રેસિંગ રૂમમાં આપવામાં આવ્યો ગોલ્ડ મેડલ, રાફેલ નડાલના અંદાજમાં કરી ઉજવણી
વિરાટ કોહલીને મેચનો સર્વશ્રેષ્ઠ ફિલ્ડર જાહેર કરવામાં આવ્યો હતો અને ટીમના ફિલ્ડિંગ કોચે ગોલ્ડ મેડલ આપ્યો હતો. (તસવીર - BCCI)

World Cup 2023 : ટીમ ઈન્ડિયાએ રવિવારે પોતાના વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત જીત સાથે કરી હતી. ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ મેચમાં ભારતે 6 વિકેટે જીત મેળવી હતી. વિરાટ કોહલી અને કેએલ રાહુલ આ જીતના હીરો રહ્યા હતા. કોહલીએ આ જીતમાં માત્ર બેટથી જ નહીં પરંતુ ફિલ્ડિંગથી પણ મહત્વનું યોગદાન આપ્યું હતું. કોહલીએ ઓસ્ટ્રેલિયન બેટ્સમેન મિચેલ માર્શનો શાનદાર કેચ લીધો જે આખી મેચની સૌથી યાદગાર ક્ષણ હતી. બાદમાં આ શાનદાર કેચ માટે કોહલીને ડ્રેસિંગ રૂમની અંદર સન્માનિત કરવામાં આવ્યો હતો.

કોહલીને ગોલ્ડ મેડલ મળ્યો

BCCIએ એક વીડિયો જાહેર કર્યો છે, જેમાં ડ્રેસિંગ રૂમમાં વિરાટ કોહલીને બેસ્ટ ફિલ્ડર ઓફ ધ મેચના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો. કોહલીને ટીમ ઈન્ડિયાના ફિલ્ડિંગ કોચ ટી દિલીપે ગોલ્ડ મેડલ એનાયત કર્યો હતો. ટી દિલીપે વિરાટને ગોલ્ડ મેડલ પહેરાવ્યો પછી વિરાટે રાફેલ નડાલની સ્ટાઈલમાં આ ક્ષણની ઉજવણી કરી હતી. આ દરમિયાન ટીમના તમામ ખેલાડીઓ ડ્રેસિંગ રૂમમાં હાજર હતા. તમામ ખેલાડીઓએ જોરથી વિરાટને વધાવી લીધો હતો.

આ પણ વાંચો – આઈસીસી ટૂર્નામેન્ટમાં વિરાટ કોહલીએ મેળવી વધુ એક સિદ્ધિ, સચિન તેંડુલકરનો આ રેકોર્ડ તોડ્યો

રાહુલ દ્રવિડે ડ્રેસિંગ રૂમમાં સંબોધન કર્યું હતું

વિરાટ કોહલીને આ મેડલ મળે તે પહેલા રાહુલ દ્રવિડે ડ્રેસિંગ રૂમમાં સંબોધન કર્યું હતું. દ્રવિડે કહ્યું કે આજથી ડ્રેસિંગ રૂમમાં નાનો ફેરફાર થઈ રહ્યો છે. આજે ફિલ્ડિંગ મેડલ આપવામાં આવશે. આ પછી ફિલ્ડિંગ કોચ ટી દિલીપે પોતાનો વિચાર વ્યક્ત કર્યો અને કહ્યું કે આ મેડલ ફક્ત તે ખેલાડીને આપવામાં આવશે નહીં જે પોતાનું કામ કરશે પરંતુ તેને આપવામાં આવશે જે અન્ય ખેલાડીઓને પ્રેરણા આપશે. ટી દિલીપે આ સમયગાળા દરમિયાન શ્રેયસ ઐયરની ફિલ્ડિંગનો પણ ઉલ્લેખ કર્યો હતો. તમને જણાવી દઈએ કે ઐયરે પેટ કમિન્સ અને એડમ ઝમ્પાના બે શાનદાર કેચ પણ લીધા હતા.

કોહલીએ મેચ વિનિંગ ઇનિંગ્સ રમી હતી

વિરાટ કોહલીએ ગઈકાલની મેચમાં શાનદાર બેટિંગ કરતા 85 રનની ઈનિંગ્સ રમી હતી. કોહલીએ કેએલ રાહુલ (97) સાથે મળીને 165 રનની ભાગીદારી કરી, જેણે ભારતને મેચ જીતાડવામાં સૌથી મહત્વની ભૂમિકા ભજવી હતી. ભારતની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ભારતે માત્ર 2 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી વિરાટ અને રાહુલે સાવચેતીપૂર્વક બેટિંગ કરીને ટીમના સ્કોરને આગળ વધાર્યો અને ત્યારબાદ હાર્દિક અને રાહુલે મળીને ટીમને 6 વિકેટે વિજય અપાવ્યો હતો.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ