સચિન તેંડુલકરના અભિનંદ મળ્યા પછી વિરાટ કોહલીએ કર્યો વાયદો, જણાવ્યું ક્યારે ફટકારશે 50મી સદી!

Virat Kohli ODI Century : વિરાટ કોહલીએ કહ્યું - મારા હીરોના રેકોર્ડની બરાબરી કરવી ઘણી સ્પેશ્યલ છે. લોકો સરખામણી કરે છે પણ હું ક્યારેય તેમની બરાબરી કરી શકું નહીં. ભલે ગમે તે થાય તે હંમેશા મારા હીરો રહેશે

Written by Ashish Goyal
Updated : November 06, 2023 15:49 IST
સચિન તેંડુલકરના અભિનંદ મળ્યા પછી વિરાટ કોહલીએ કર્યો વાયદો, જણાવ્યું ક્યારે ફટકારશે 50મી સદી!
વિરાટ કોહલી (Express photo by Partha Paul)

Virat Kohli ODI Century : ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીએ દક્ષિણ આફ્રિકા સામે ભારતની 243 રનની જીતમાં મોટી ભૂમિકા ભજવી હતી. કોહલીએ અણનમ 101 રન બનાવ્યા હતા. વન ડેમાં વિરાટ કોહલીની આ 49મી સદી હતી અને તેણે સચિન તેંડુલકરના 49મી સદીના રેકોર્ડની બરાબરી કરી હતી. વન ડેમાં સૌથી વધુ સદી ફટકારવા માટે કોહલીને માત્ર એક સદીની જરુર છે અને તે પછી તે સચિનનો રેકોર્ડ તોડી નાંખશે. કોહલીની મોટી સિદ્ધિ બાદ સચિન તેંડુલકરે તેને એક્સ પર અભિનંદન આપતાં લખ્યું કે મને આશા છે કે તું ટૂંક સમયમાં જ વન ડેની 50મી સદી ફટકારીશ.

કોહલીએ કર્યો ખુલાસો, ક્યારે ફટકારશે 50મી વન-ડે સદી

સચિન તેંડુલકર તરફથી અભિનંદન મળ્યા બાદ વિરાટ કોહલીએ તેમનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે ગમે તે થાય પણ તે હંમેશા મારા માટે નંબર વન બેટ્સમેન રહેશે. મારા હીરોના રેકોર્ડની બરાબરી કરવી ઘણી સ્પેશ્યલ છે. લોકો સરખામણી કરે છે પણ હું ક્યારેય તેમની બરાબરી કરી શકું નહીં. ભલે ગમે તે થાય તે હંમેશા મારા હીરો રહેશે. કોહલીએ કહ્યું હતું કે હું મારી ટીમ માટે સમાન વસ્તુઓ કરવાની ઇચ્છા રાખું છું કારણ કે જો હું તે કરું છું તો તેનો અર્થ એ છે કે અમારી પાસે જીતવાની સારી તક છે. તેથી હું આ વર્લ્ડ કપમાં કેટલીક વધુ વખત (સદી ફટકારવાનું) પસંદ કરીશ. ખાસ કરીને સેમિ-ફાઇનલ અને ફાઇનલમાં.

આ પણ વાંચો – વિરાટ કોહલીએ બર્થ ડે ના દિવસે ફટકારી સદી, સચિન તેંડુલકરની 49 સદીની બરાબરી કરી

આ મારા ક્રિકેટ ચાહકો માટે મારા બર્થ ડે પર રિટર્ન ગિફ્ટ

વિરાટ કોહલીએ પોતાના 35માં જન્મદિવસના અવસર પર પોતાની 49મી સદી વિશે વાત કરતા કહ્યું કે હું એવો નથી જે પોતાના જન્મદિવસ પર ખૂબ જ ઉત્સાહિત હતો. હું સારી રીતે રમવાનો પ્રયત્ન કરું છું અને તેના દ્વારા બીજાને ખુશ કરું છું. મને આનંદ છે કે હું ટીમ માટે સારી ઇનિંગ્સ રમ્યો અમે જીત્યા અને બધા ખુશ હતા. આ મારા ક્રિકેટ ચાહકો માટે મારા બર્થ ડે પર રિટર્ન ગિફ્ટ છે.

તમને જણાવી દઈએ કે કોલકાતામાં દક્ષિણ આફ્રિકા સામે વિરાટ કોહલીએ 121 બોલમાં 10 ચોગ્ગાની મદદથી અણનમ 101 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાએ આ મેચમાં 50 ઓવરમાં 5 વિકેટે 326 રન બનાવ્યા હતા. જેના જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ 83 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતે વન ડેમાં રનના મામલે સાઉથ આફ્રિકા સામે સૌથી મોટી જીત મેળવી હતી.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ