Women’s Premier League : વિમેન્સ પ્રીમિયર લીગની એલિમિનેટર મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરે મુંબઈ ઇન્ડિયન્સને 5 રનથી હરાવી ફાઇનલમાં સ્થાન બનાવી લીધું છે. આરસીબીની મહિલા ટીમે 20 ઓવરમાં 6 વિકેટે 135 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈની ટીમ 20 ઓવરમાં 6 વિકેટે 130 રન બનાવી શકી હતી. હવે આરસીબીની ટીમ 17 માર્ચે દિલ્હી કેપિટલ્સ સામે ફાઇનલમાં ટકરાશે. આરસીબી પ્રથમ વખત આ ટૂર્નામેન્ટની ફાઈનલ મેચ રમશે.
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી મુંબઈની શરૂઆત સારી રહી ન હતી. શ્રેયંકા પાટિલે આરસીબીને પહેલી સફળતા અપાવી હતી. હેલી મેથ્યૂઝ 15 રન બનાવી આઉટ થઇ હતી. આ પછી એલિસ પેરીએ યાસ્તિકાને ક્લિન બોલ્ડ બીજો ઝટકો આપ્યો હતો.
આ પણ વાંચો – IPL Record : જીત, હાર, ફોર-સિક્સર, કેચ સહિત આ છે આઈપીએલના 23 મોટા રેકોર્ડ્સ
એમેલિયા કેર અને હરમનપ્રીત કૌર વચ્ચે અડધી સદીની ભાગીદારી
નાટ સાયવર-બ્રન્ટે 23 રન બનાવ્યા હતા. એમેલિયા કેર અને કેપ્ટન હરમનપ્રીત કૌર વચ્ચે અડધી સદીની ભાગીદારી થઈ હતી. જોકે શ્રેયંકાએ હરમનપ્રીત કૌરને આઉટ કરીને આ ભાગીદારી તોડી હતી અને આરસીબીને મેચમાં વાપસી કરાવી હતી. હરમનપ્રીત કૌર 33 રને આઉટ થઇ હતી. એમેલિયા કેર 27 રને અણનમ રહી હતી.
આ પહેલા આરસીબી તરફથી એલિસ પેરીએ 66 રન બનાવ્યા હતા. આ સિવાય કોઇ પ્લેયર ખાસ કમાલ કરી શકી ન હતી.





