WPL : વોટ્સઅપ સ્ટેટસ – Cricket GOD MSD, ધોનીની સ્ટાઈલમાં જીવન જીવે છે આ મહિલા ખેલાડી

WPL 2024 : આ ખેલાડીને બેટ માટે કોઇ સ્પોન્સર મળ્યું ન હતું તો તેણે બેટ પર એસએસ ધોનીનું નામ લખીને બેટિંગ કરી હતી.

Written by Ashish Goyal
March 01, 2024 15:04 IST
WPL : વોટ્સઅપ સ્ટેટસ – Cricket GOD MSD, ધોનીની સ્ટાઈલમાં જીવન જીવે છે આ મહિલા ખેલાડી
વિમેન્સ પ્રીમિયર લીગમાં યુપી વોરિયર્સની કિરણ નવગિરે મુંબઈ ઈન્ડિયન્સ સામે આક્રમક બેટીંગ કરી હતી (તસવીર - સોશિયલ મીડિયા)

WPL 2024 : વિમેન્સ પ્રીમિયર લીગમાં યુપી વોરિયર્સની કિરણ નવગિરેનું બેટ ગત આખી સિઝનમાં ચાલ્યું ન હતું. જોકે તેણે મુંબઈ ઈન્ડિયન્સ સામે આક્રમક બેટીંગ કરી હતી. કિરણ જેટલી આક્રમક રમે છે તેટલી જ શાંત છે. આક્રમક બેટિંગ હોય કે શાંત સ્વભાવ, કિરણે પોતાના આદર્શ અને પૂર્વ ભારતીય કેપ્ટન એમએસ ધોની પાસેથી બધું જ શીખ્યું છે.

કિરણની ડેબ્યૂ મેચથી જ એ વાત જગજાહેર થઇ ગઇ હતી કે તે ધોનીની કેટલી મોટી પ્રશંસક છે. કિરણનું વોટ્સએપ સ્ટેટસ પણ આ જ કહાની બતાવે છે. સ્ટેટસમાં લખ્યું છે Cricket GOD MSD (ક્રિકેટ ગોડ એમએસડી). એટલું જ નહીં, નવગિરેને બેટ માટે કોઇ સ્પોન્સર મળ્યું ન હતું તો તેણે બેટ પર એસએસ ધોનીનું નામ લખીને બેટિંગ કરી હતી.

ધોનીની સ્ટાઈલમાં જીવન જીવે છે કિરણ

કિરણ ધોનીની સ્ટાઈલમાં જીવન જીવે છે. તે મેડિટેશન કરે છે. તે પોતાને શાંત રાખવા માટે ઘણું કામ કરે છે. તે ઝડપથી ગુસ્સે થતી નથી. કિરણના કોચ શેખે કહ્યું કે તેમણે કિરણને ક્યારેક વધારે આક્રમક બનતા જોઇ નથી. તે ઝડપથી ગુસ્સે થતી નથી. તેની પર કોઈ બાબતનો ખાસ ફરક પડતો નથી. તે ફક્ત એટલું જ વિચારે છે કે જે થઈ ગયું છે તે થઇ ગયું. કિરણ ઓછું બોલે છે. તે હંમેશા કહે છે કે હું બેટથી વાત કરીશું, આવી રીતે શું વાત કરવી.

આ પણ વાંચો – વિમેન્સ પ્રીમિયર લીગ પોઇન્ટ ટેબલ, જાણો કઇ ટીમ છે ટોચના સ્થાને અને કઇ છે તળીયે

એથ્લેટિક્સમાં નામ બનાવવા માંગતી હતી કિરણ

કિરણ ક્રિકેટર બનવા માંગતી ન હતી. તે એથ્લેટિક્સમાં પોતાનું નામ બનાવવા માંગતી હતી. તેણે જેવેલિનમાં નેશનલ રેકોર્ડ પોતાના નામે કર્યો છે, જોકે અબેદા ઇનામદાર નેશનલ ટૂર્નામેન્ટમાં રમતી વખતે તેનું જીવન ક્રિકેટ તરફ વળ્યું હતું. તે ટૂર્નામેન્ટમાં તેની ભૂમિકા ભજવતી વખતે અઝમ સ્પોર્ટ્સ એકેડમીના કોચ ગુલઝાર શેખે કિરણને તેની ક્લબનું નામ પૂછ્યું હતું. કિરણ કોઈ ક્લબનો ભાગ નથી એ જાણીને તે ચકિત થઇ ગયા હતા. તેણે કિરણને ક્રિકેટમાં જોડાવાની સલાહ આપી હતી. કિરણે શેખના કહેવાથી પોતાની ક્રિકેટ સફર શરૂ કરી હતી.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ