WPL 2026 Auction Updates : વિમેન્સ પ્રીમિયર લીગ 2026 માટે થયેલી હરાજીમાં આસામની વિકેટકીપર-બેટ્સમેન ઉમા છેત્રી અનસોલ્ડ રહી હતી. હાલમાં જ ઉમાની એક તસવીર વાયરલ થઇ રહી છે. જેમાં તે ખેતરમાં ડાંગર કાપતી જોવા મળે છે. ઉમાની બેઝ પ્રાઇઝ 50 લાખ રુપિયા હતી પરંતુ કોઈ ટીમે તેનામાં રસ દાખવ્યો ન હતો. ગત સિઝનમાં ઉમા યુપી વોરિયર્સ ટીમનો ભાગ હતી.
મહિલા વર્લ્ડ કપમાં ભારતીય ટીમમાં પણ સામેલ હતી
હાલમાં યોજાયેલા ICC મહિલા વર્લ્ડ કપમાં ભારતીય ટીમમાં પણ સામેલ હતી. તેને બેકઅપ વિકેટકીપર તરીકે ટીમમાં સામેલ કરવામાં આવી હતી. તેને વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ સામે રમવાની તક મળી હતી. જોકે વરસાદને કારણે મેચ ધોવાઈ ગઈ હતી, જેના કારણે તે બેટિંગ કરી શકી ન હતી. ઉમા ભારતીય ટીમની વર્લ્ડ કપ વિજેતા ટીમની સભ્ય બનનારી આસામની પ્રથમ ક્રિકેટર બની હતી.
આ પણ વાંચો – વિમેન્સ પ્રીમિયર લીગ 2026 હરાજી : આ 9 ખેલાડી બની કરોડપતિ, સૌથી મોંઘા પ્લેયર્સનું લિસ્ટ
ઉમા છેત્રીને 2024માં યુપી વોરિયર્સે 10 લાખ રુપિયાની બેઝ પ્રાઈસ પર ખરીદી હતી. જોકે તે સિઝનમાં તે ફક્ત એક જ મેચ રમી હતી. બાદમાં WPL 2025 માં યુપી ટીમનો ભાગ હતી. જોકે આ વખતે તેને ફ્રેન્ચાઇઝીએ તેને રિલીઝ કરી દીધી હતી.
ઉમા છેત્રી ભારત તરફથી 8 વન ડે રમી છે
ઉમા ટીમ ઇન્ડિયા માટે ODI અને T20I બંનેમાં રમી છે. ઉમા અત્યાર સુધી ભારતીય ટીમ માટે કુલ આઠ આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. ઉમાએ વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયા માટે ODI ડેબ્યૂ કર્યું હતું. આ ઉપરાંત તે સાત T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે.





