WPL Auction 2024: વિમેન્સ પ્રીમિયર લીગ 2024ની હરાજીની શરૂઆત જબરદસ્ત રહી હતી. સૌથી પહેલા ઓસ્ટ્રેલિયન યુવા ખેલાડી ફોબી લિચફિલ્ડના નાથી બીડિંગ વોર શરૂ થયું. આખરે ગુજરાત જાયન્ટ્સ આ ઓસ્ટ્રેલિયનને પોતાની સાથે જોડવામાં સફળ રહ્યું. લિચફિલ્ડને આ ટીમમાં સાથી ખેલાડી બેથ મૂનીનો સાથ મળશે, જે આ ટીમની કેપ્ટન છે. લિચફિલ્ડ ભલે વધારે મેચ રમી ન હોય પરંતુ તેણે બહુ ટૂંકા સમયમાં જ પોતાની ઓળખ બનાવી લીધી છે.
ગુજરાત જાયન્ટ્સે લિચફિલ્ડ માટે પ્રથમ બોલી લગાવી હતી. આ પછી યુપી વોરિયર્સ પણ રેસમાં ઉતરી હતી. બંનેએ સતત બોલી લગાવી અને કિંમત 30 લાખથી 90 લાખ રૂપિયા સુધી પહોંચી ગઈ. ત્યારબાદ વોરિયર્સે બિડ કરવામાં ટાઇમ લીધો અને 95 લાખની બોલી લગાવી પરંતુ ગુજરાત જાયન્ટ્સે 1 કરોડ રૂપિયાની બોલી લગાવી લિચફિલ્ડને પોતાન ટીમમાં સામેલ કરી.
ટી20માં સૌથી ઝડપી હાઇ સેન્ચ્યુરી ફટકારી
લિચફિલ્ડે પોતાની શાનદાર ટાઈમિંગ અને ટેક્નિકને કારણે પોતાનું નામ બનાવ્યું છે. આ વર્ષે ઓક્ટોબરમાં તેણે મહિલા ટી20માં 18 બોલમાં સૌથી ઝડપી હાઇ સેન્ચ્યુરી ફટકારી હતી. તેણે ન્યૂઝીલેન્ડની સોફી ડિવાઈનની બરાબરી કરી હતી.
ધ હન્ડ્રેડમાં પણ કરી કમાલ
ધ હન્ડ્રેડ લીગમાં તેમણે નોદર્થ સુપરચાર્જર્સની માટે પ્લેઇંગ કરતા 132.85ના સ્ટ્રાઇક રેટથી 279 રન બનાવ્યા હતા. પોતાની ODI ડેબ્યૂ વખતે પણ તેણે 92 બોલમાં 78 રનની ઇનિંગ રમી હતી.
લિચફિલ્ડ ઉપરાંત તેની ટીમના સાથી અનાબેલ સધરલેન્ડને પણ 2 કરોડ રૂપિયાની મોટી બોલી લાગી હતી. દિલ્હી કેપિટલ્સે તેને પોતાની સાથે સામેલ કરી દીધી છે. ઉપરાત જ્યોર્જિયા વારહેમને આરસીબીએ 40 લાખ રૂપિયામાં, ડેનિયાલ વ્યાટને યુપી વોરિયર્સે 30 લાખ રૂપિયામાં અને મેઘના સિંહને ગુજરાત જાયન્ટ્સે 30 લાખ રૂપિયામાં ખરીદ્યી હતી.





