સરકાર તરફથી આશ્વાસન મળ્યા બાદ તેમની ફરિયાદો દૂર કરવામાં આવશે. પહેલવાનોએ શુક્રવારે મોડી રાત્રે પોતાના ધરણા ખતમ કર્યા હતા. આરોપી બ્રજભૂષણ શરણ સિંહ તપાસ થાય ત્યાં સુધી ભારતીય કુસ્તી મહાસંઘના કામકાજથી દૂર રહેશે. અને તપાસમાં સાથ આપશે. વિનેશ ફોગટ, બજરંગ પુનિયા, સાક્ષી મલિક અને રવિ દહિયા સહિત પહેલવાનોએ કેન્દ્રીય ખેલ મંત્રી અનુરાગ ઠાકુર સાથે બીજા તબક્કાની મિટિંગ કરી હતી ત્યારબાદ ધરણા ખતમ કરવાનો નિર્ણય લીધો હતો.
કેન્દ્રીય રમત-ગમત મંત્રી અનુરાગ ઠાકુરના આવાસ પર પહેલવાનોએ મંત્રી અને અધિકારીઓ સાથે બેઠક કરી હતી. બેઠક આશરે પાંચ કલાક સુધી ચાલી હતી. બેઠક બાદ ખેલ મંત્રીએ જણાવ્યું હતું કે નિર્ણય લેવામાં આવ્યો છે કે તપાસ સમિતિની રચના કરવામાં આવશે. તપાસ સમિતિમાં કોણ કોણ હશે તેના નામો શનિવારે જાહેર કરવામાં આવશે.
સમિતિ 4 સપ્તાહમાં પોતાની તપાસ પુરી કરશે અને ભારતીય કુશ્તી મહાસંઘ ડબ્લ્યૂએફઆઈ અને તેમના પ્રમુખ સામે લાગેતા દરેક આરોપોની ઉંડાણ પૂર્વક તપાસ કરશે. સમિતિ ભારતીય કુશ્તી સંઘના દરરોજના કામકાજ ઉપર પણ નજર રાખશે.
બજરંગ પુનિયાએ કહ્યું હતું કે ખેલ મંત્રીએ અમારી બધી વાત સાંભળી અને યોગ્ય તપાસનું આશ્વાસન આપ્યું હતું. હું તેમને ધન્યવાદ આપું છું. અમે ધરણા ખતમ કરી રહ્યા છીએ. કારણ કે અમને આશા છે કે સમિતિ નિષ્પક્ષ તપાસ કરશે.