WTC Final: શુભમન ગિલ ને ભારે પડી થર્ડ અમ્પાયરની ટીકા કરવી, ICC એ ભારત અને ઓસ્ટ્રેલિયાને કર્યો દંડ

WTC Final 2023 : ઇંગ્લેન્ડના ઓવલમાં આઇસીસી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ મેચ દરમિયાન ધીમી ઓવર માટે ઓસ્ટ્રેલિયા અને ભારત બંને સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે

Written by Ashish Goyal
June 12, 2023 14:58 IST
WTC Final: શુભમન ગિલ ને ભારે પડી થર્ડ અમ્પાયરની ટીકા કરવી, ICC એ ભારત અને ઓસ્ટ્રેલિયાને કર્યો દંડ
શુભમન ગિલ ને આઉટ આપવાને લઇને વિવાદ થયો હતો (Twitter)

IND vs AUS WTC Final 2023: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ મેચમાં ભારતને હરાવી ઓસ્ટ્રેલિયા ટેસ્ટ ચેમ્પિયન બન્યું છે. જોકે આ મેચમાં શુભમન ગિલ ને આઉટ આપવાને લઇને વિવાદ થયો હતો. આઇસીસીએ સ્લો ઓવર રેટ મામલે ભારત અને ઓસ્ટ્રેલિયાને દંડ ફટકાર્યો છે.

ઇંગ્લેન્ડના ઓવલમાં આઇસીસી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ મેચ દરમિયાન ધીમી ઓવર માટે ઓસ્ટ્રેલિયા અને ભારત બંને સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે. ભારત ડબલ્યૂટીસી ફાઇનલના પાંચમા દિવસે ઓસ્ટ્રેલિયા સામે 209 રને હારી ગયું અને ઓસ્ટ્રેલિયા વિશ્વ ચેમ્પિયન બન્યું હતું. મેચ પૂર્ણ થયા બાદ ધીમી ઓવર માટે ભારત અને ઓસ્ટ્રેલિયા સામે કાર્યવાહીની પણ જાહેરાત કરવામાં આવી.

ધીમી ઓવરને પગલે ભારતીય ટીમ સામે કાર્યવાહી કરતાં ટીમની 100 ટકા મેચ ફી કાપવામાં આવી છે જ્યારે ઓસ્ટ્રેલિયાની 80 ટકા ફી દંડ રૂપે કાપવામાં આવી છે. ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર શુભમન ગિલને પણ થર્ડ અમ્પાયરની ટીકા કરવી ભારે પડી છે. આઇસીસી દ્વારા શુભમન ગિલ સામે પણ મેચ ફીની 15 ટકા રકમ અલગથી દંડ પેટે જમા કરાવવાની રહેશે. એનો મતલબ એ થયો કે શુભમન ગિલને મેચ ફી તો નહીં મળે પરંતુ મેચ ફીના 15 ટકા રકમ વધારાની જમા કરાવવાની રહેશે.

આ પણ વાંચો – વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ : ડિફેન્સિવ માઇન્ડસેટ ટીમ ઇન્ડિયાને પડ્યો ભારે, આ 5 કારણોથી થયો પરાજય

અહીં નોંધનીય છે કે, શુભમન ગિલ ને આઉટ આપવાને લઇને વિવાદ થયો હતો. ખેલાડીએ કેચ કર્યો હતો પરંતુ બોલ જમીનને અડી ગયો હોવાને લઇને સોશિયલ મીડિયામાં પણ આ મામલો ટ્રેન્ડિંગ બન્યો હતો. ભારતીય ઓપનર શુભમન ગિલને અનુચ્છેદ 2.7 ઉલ્લંઘન મામલે દોષી કરાર આપતાં કાર્યવાહી કરવામાં આવી છે. આ કલમ આંતર રાષ્ટ્રીય મેચ મામલે જાહેરમાં ટીકા કે આલોચના કરવા મામલે થનારી કાર્યવાહી અંગેની છે.

રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટેસ્ટ ટીમે નિર્ધારિત સમય કરતાં 5 ઓવર ઓછી ફેંકી હતી જ્યારે પેટ કમિન્સના નેતૃત્વ વાળી ઓસ્ટ્રેલિયાની ટીમે 4 ઓવર ઓછી ફેંકી હતી. ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ માટે આઇસીસી દ્વારા બનાવવામાં આવેલ આચારસંહિતા અનુસાર દરેક ઓવર ઓછી ફેંકવા બદલ મેચ ફીની 20 ટકા રકમ દંડ પેટે કાપવામાં આવે છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ