આલુ મસાલા પૂરી એકદમ ટેસ્ટી હોય છે અને તેને ખાવાની બહુ જ મજા આવે છે.
તમે ઘરે પણ સરળતાથી બનાવી શકો છો. અહીં આલુ મસાલા પૂરી બનાવવાની રેસીપી જણાવી રહ્યા છીએ.
ઘઉંનો લોટ, રવો, તેલ, બટાકા, હળદર, ધાણાજીરૂ, રેડ ચીલી ફ્લેક્સ, અજમો, સમારેલું લીલું મરચું, લાલ મરચું, હીંગ, મીઠું , સમારેલું આદુ, શેકેલું જીરું, કોથમીર, પાણી.
સૌપ્રથમ બટાકાને ત્રણથી ચાર સીટી વગાડી બાફી લો. ત્યારબાદ એક વાસણમાં બટાકાની છાલ કાઢી તેને મેશ કરી લો.
મેશ કરેલા બટાકામાં ઘઉંનો લોટ, રવો, આખું જીરું, અજમો, રેડ ચીલી ફ્લેક્સ, લીલું સમારેલું મરચું, સમારેલું આદુ, કોથમીર, હીંગ, હળદર, લાલ મરચું, મીઠું અને એક ચમચી તેલ નાખીને બધા મસાલા મિક્સ કરી લેવા.
આ પછી જરૂર મુજબ પાણી નાખી લોટ તૈયાર કરી લો. તેની ઉપર એક ચમચી તેલ નાખી લોટને સારી રીતે મિક્સ કરી લેવો.
લોટના લૂઆ પાડી મીડિયમ સાઇઝની પૂરી વણી લો. બીજી તરફ કડાઈમાં તેલ લઇ ગેસ પર ગરમ કરવા મુકી દો.
તેલ ગરમ થાય એટલે તેમાં પુરી નાખો અને બંને બાજુથી ગોલ્ડન અને ફૂલીને દડા જેવી થાય ત્યાં સુધી તળી લો.
આ પછી તેને ઝારાની મદદથી વાસણમાં કાઢી લો. આ રીતે ટેસ્ટી અને ગરમાગરમ મસાલા આલુ પૂરી બનીને તૈયાર થઇ જશે.
તમે સર્વિગ પ્લેટમાં લઈને બટાકા સાથે સર્વ કરી શકો છો. તેમે તેને નાસ્તામાં ચા સાથે પણ ખાઈ શકો છો.