દ્રાક્ષની ચટણી આવી રીતે બનાવો, એકદમ ટેસ્ટી અને ચટાકેદાર બનશે

Feb 21, 2026, 09:03 PM

શું તમે ક્યારેય દ્રાક્ષની ચટણી ખાધી છે? જો નહીં તો તમારે ચોક્કસ ટ્રાય કરવી જોઈએ.

હાલ બજારમાં ઘણી દ્રાક્ષ જોવા મળે છે. અહીં તેની દ્રાક્ષની ચટણી બનાવવાની રેસીપી જણાવી રહ્યા છીએ.

દ્રાક્ષની ચટણીની સામગ્રી

કાળી દ્રાક્ષ, લીલી દ્રાક્ષ, આમચૂર પાઉડર, લીલા મરચાં, ગોળ, જીરું, રાઇ, સરસવનું તેલ, વરિયાળી, મેથીના દાણા.

દ્રાક્ષની ચટણી બનાવવા માટે પહેલા કાળી દ્રાક્ષ અને લીલી દ્રાક્ષને પાણીથી ધોઇ લો.

આ પછી તેના નાના નાના કટકા કરી લો. જે ચટણી માટે સારા રહેશે.

હવે એક કડાઇમાં થોડું સરસવનું તેલ નાખો. તેમાં જીરું, રાઈ, વરિયાળી, મેથીના દાણા અને લીલા મરચાં ઉમેરો. તેમાં દ્રાક્ષના કટકા નાખો.

ત્યારબાદ તેમાં મીઠું, ગોળ અને આમચૂર પાવડર ઉમેરો. દરેક વસ્તુને એક સાથે મિક્સ કરો.

આ રીતે તમારી દ્રાક્ષની ચટણી તૈયાર થઇ જશે. તેની રોટલી કે પુરી સાથે સર્વ કરો. તેને સ્ટોર પણ કરી શકો છો.