બીટરૂટ ઢોસા રેસીપી, ઘરે જ બનાવો હેલ્ધી અને સ્વાદીષ્ટ

Jan 10, 2026, 10:21 PM

લાલ બીટરૂટ માત્ર દેખાવમાં જ નહીં પણ ગુણોમાં પણ સારું છે. તેમાં ઘણા પોષક તત્વો હોય છે. તે એકલું ના ભાવે તો ઢોસા બનાવી ખાઇ શકો છો.

બીટરુટના ઢોસા એકદમ સ્વાદીષ્ટ અને હેલ્ધી લાગે છે. અહીં તેની રેસીપી જણાવી રહ્યા છીએ.

બીટરૂટ ઢોસા બનાવવા માટેની સામગ્રી

1/2 કપ ચોખા, 1/4 કપ અડદની દાળ, 1 મધ્યમ કદનું બીટરૂટ (છીણેલું), 1 લીલું મરચું, 1 નાનો આદુનો ટુકડો, સ્વાદ મુજબ મીઠું, તેલ

બીટરૂટ ઢોસા બનાવવાની રીત

સૌ પ્રથમ બીટરૂટને છોલીને તેના નાના ટુકડા કરી લો. તેમાં થોડું પાણી ઉમેરીને પીસી લો.

સ્ટેપ 2

ચોખા અને અડદની દાળને 4-5 કલાક પલાળી રાખો. પછી તેમને મિક્સરમાં નાખો અને સ્મૂધ બેટર તૈયાર કરો.

સ્ટેપ 3

હવે બેટરમાં છીણેલું બીટરૂટ, આદુ અને લીલા મરચાં ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. થોડું મીઠું ઉમેરો અને બેટરને 20-30 મિનિટ માટે રહેવા દો.

સ્ટેપ 4

ગેસ પર નોન-સ્ટીક પેન ગરમ કરો, થોડું તેલ લગાવો અને બેટરને પાતળું ફેલાવો.

બીટરૂટ ઢોસા તૈયાર

ઢોસા ક્રિસ્પી થાય ત્યાં સુધી ધીમા તાપે બેક કરો. આ સાથે જ તમારા બીટરૂટ ઢોસા તૈયાર છે.

સર્વ કરો

ગરમાગરમ બીટરુટ ઢોસાને નારિયેળની ચટણી કે સાંભર સાથે સર્વ કરો.