Photo Credit : Insta/Hungrito

તીખી સેવ રેસીપી

તીખી સેવ એક ફરસાણ છે, જે એક વખત ખાધા બાદ ખાતા રહેવાની ઇચ્છા છે.

Photo Credit : Social Media

તીખી સેવ બનાવવાની રીત

અહી ફરસાણવાળા જેવી જ તીખી સેવ બનાવાની રીત આપી છે, જે બહારથી કડક અને અંદરથી નરમ બને છે.

Photo Credit : Social Media

તીખી સેવ બનાવવા માટે સામગ્રી

ચણાનો લોટ, તેલ, મીઠું, લાલ મરચું પાઉડર, ગરમ મસાલો, હળદર, બેકિંગ સોડા, કાળા મરી પાઉડર, અજમો, હીંગ અને પાણી

Photo Credit : Social Media

ચણાનો લોટ બાંધો

એક બાઉલમાં ચણાનો લોટ ચાળી લો, પછી તમા બધા મસાલા ઉમેરી સારી રીતે મિક્સ કરો

Photo Credit : Social Media

લોટ બાંધવો

ચણાના લોટમાં થોડું થોડું પાણી ઉમેરીને નરમ અને ચીકણો લોટ બાંધો.

Photo Credit : Social Media

સેવનો સંચો તૈયાર કરો

સેવ પાડવાના સંચામાં ઝીણી અથવા જાડી જાળી મૂકો. પછી સંચાની અંદરના ભાગે તેલ લગાવો. ચણાના લોટનો લુવો બનાવી સંચામાં ભરો.

Photo Credit : Social Media

તેલમાં સેવ તળો

એક કડાઈમાં તેલ ગરમ કરો. ગરમ તેલમાં સંચા ગોળાકાર ફેરવી સેવ પાડો. મધ્યમ તાપે સેવ બંને બાજુ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો.

Photo Credit : Social Media

ઠંડી થવા દો

સેવ ઠંડી થયા પછી તેને એર ટાઈટ ડબ્બામાં ભરી લો.

Photo Credit : Social Media

ખાસ ટીપ્સ

જો તમને ચટપટી તીખી સેવ ખાવી ગમતી હોય તો સેવ બનાવ્યા બાદ તેના પર કાળા મરી પાઉડર ભભરાવો, તેનાથી સેવનો ટેસ્ટ બહુ સરસ આવશે.

Photo Credit : Social Media