બુંદીના લાડવા ઘરે બનાવો, હલવાઇની દુકાન જેવો આવશે ટેસ્ટ

Feb 26, 2026, 09:52 PM

હોળીનો તહેવાર આવી રહ્યો છે. આ દરમિયાન મહેમાનો એકબીજાને રંગવા માટે ઘરે આવે છે.

ઘરે આવતા મહેમાનોને બુંદીના લાડવા બનાવી ખવડાવી શકો છો. અહી તેની રેસીપી જણાવી રહ્યા છીએ.

સામગ્રી

ચણાનો લોટ, ઘી અથવા તેલ, ખાંડ, એલાઇચીનો પાઉડર, બેકિંગ સોડા, ઓરેન્જ ફૂડ કલર, કેસર, કાજૂ-બદામ ની કતરણ, મગતરીના બીજ, પાણી.

રેસીપી

બુંદીના લાડુ બનાવવા માટે એક વાસણમાં ચણાના લોટને ચાળી લો. હવે તેમાં બેકિંગ સોડા અને એક ચમચી તેલ અને પાણી નાખી પાતળુ બેટર બનાવી લો. ધ્યાન રાખો કે બેટરમાં ગઠ્ઠા ન પડી જાય.

બીજી તરફ એક તપેલીમા ખાંડ લો અને તે ડૂબે એટલુ પાણી નાખો. થોડીક ચીકાસ આવે ત્યાં સુધી તેને ગરમ કરી દો.તેમાં એલાયચી, ઓરેન્જ ફૂડ કલર અને કેસર ઉમેરી શકો છો. દોઢ તારની ચાસણી બનાવો.

એક કડાઈમાં તેલ અથવા ઘી ગરમ કરવા મુકો. ત્યાર બાદ બુંદી પાડવાની ચાળણીમાં બેટર નાખવાથી બુંદી જાતે જ પડી જશે.

આ દરમિયાન ગેસની આંચ ધીમી રાખો. જ્યાં સુધી બુંદી ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી બુંદીને તળી લો.

તળેલી બુંદીને ચાસણીમાં નાખીને બરાબર મિક્સ કરો. જો ચાસણી ઠરી ગઈ હોય તો તેને ગરમ કરી લેવી જેથી બુંદીમાં બરાબર મિક્સ કરી શકાય.

ચાસણીમાં બુંદીને 10 મિનિટ માટે ઢાંકીને રહેવા દો. હવે મિશ્રણમાં કાજૂ-બદામ ની કતરણ, મગતરીના બીજ ઉમેરી લાડુ બનાવી સર્વ કરી શકો છો.