વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારના બજેટ 2026 માટે દેશને ઘણી આશાઓ છે. સામાન્ય લોકોને બજેટમાંથી આવકવેરા, સંરક્ષણ, ઇન્ફ્રા પુશ, હેલ્થકેર, શિક્ષણ, ઓટોમોબાઇલ્સ, ટેક્નોલોજી, રેલ્વે સંબંધિત મોટી જાહેરાતોની અપેક્ષા છે. નાણામંત્રી પાસેથી મધ્યમ વર્ગને આવકવેરામાં રાહત મળવાની અપેક્ષા છે
કેન્દ્રીય બજેટ 2026 રજૂ કરતાં નાણામંત્રી નિર્મલા સીતારમણ ઉત્સાહિત દેખાયા. તેમણે બજેટ 2026-27 ને દેશના વિકાસ માટે આ બજેટને ખાસ ગણાવ્યું.
નવી ટેકનોલોજી ઉત્પાદન પ્રણાલીઓ અર્થતંત્રમાં પરિવર્તન લાવી રહી છે. ભારત 'વિકસિત ભારત' તરફ આગળ વધી રહ્યું છે.
કર્તવ્ય ભવનમાં તૈયાર થનારું આ પહેલું બજેટ છે. વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની દિશામાં એકસાથે ઉભા રહેવાનું લક્ષ્ય છે.
નિર્મલા સીતારમણ એ બજેટ રજૂ કરતાં મોદી સરકારની ત્રણ કર્તવ્યો વિશે કહ્યું કે, અમે ત્રણ ફરજોથી પ્રેરિત છીએ.
1. અમારી સરકાર ગરીબો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. 2. તેનો લાભ અનુસૂચિત જાતિ-અનુસૂચિત જનજાતિ અને ગરીબોને મળવો જોઈએ. 3. નિકાસ વધારવા પર ધ્યાન આપવાની જરૂર છે
READ Full Story