ચીઝ મેગી રેસીપી, આ રીતે ચટાકેદાર ટેસ્ટ આવશે

Jan 16, 2026, 09:02 PM

મેગી એક સ્વાદીષ્ટ નાસ્તો છે. ભાગ્યે જ કોઇ એવું હશે જેણે મેગીનો સ્વાદ ચાખ્યો ન હોય.

અહીં ચીઝ મેગી બનાવવાની રેસીપી જણાવી રહ્યા છીએ. જે એકદમ અલગ સ્વાદ આપશે.

સામગ્રી

મેગી, મેગી ટેસ્ટમેકર, બારીક સમારેલી ડુંગળી, ક્યૂબ બટર, ચીઝ સ્લાઇસ, બારીક સમારેલા કેપ્સિકમ, બારીક સમારેલા લીલા મરચા, લસણની પેસ્ટ, ચીલી ફ્લેક્સ, શેઝવાન સોસ, ઓરેગાનો, મીઠું, લીલા ધાણા, પાણી

મેગી બનાવવા માટે સૌ પહેલા એક પેનમાં બટર ગરમ કરો અને પછી તેમાં લસણની પેસ્ટ ઉમેરો અને તેને સાંતળો.

આ પછી તેમાં બારીક સમારેલી ડુંગળી, બારીક સમારેલા કેપ્સિકમ સાંતળી લો.

ત્યારબાદ મીઠું, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, શેઝવાન સોસ, મેગી ટેસ્ટમેકર ઉમેરો અને થોડું પાણી ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.

મસાલા થોડા પકાઇ ગયા પછી હવે તેમાં ગરમ ​​પાણી ઉમેરો અને મેગી પણ ઉમેરો. આ સમયે એક ચીઝ સ્લાઈસ ઉમેરો. ઢાંકીને મેગીને સારી રીતે પાકવા દો.

જ્યારે મેગી સારી રીતે મસાલા સાથે મિક્સ થઈ જાય ત્યારે બારીક સમારેલા લીલા મરચાં, લીલા ધાણા ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.

આ પછી મેગીને બાઉલમાં પીરસવા માટે કાઢો. ઉપર ચીઝ સ્લાઇસ રાખો અને સર્વ કરો.