છોલે ભટુરે ઘરે આવી રીતે બનાવો, બહાર જેવા જ ટેસ્ટી બનશે

Dec 29, 2025, 09:39 PM

છોલે ભટુરે ભારતભરમાં એક પ્રખ્યાત ડિશ છે. આ વાનગી મોટાભાગના લોકોને ભાવે છે અને મોજથી ખાય છે.

છોલે ભટુરે બનાવવાની સામગ્રી

સફેદ મોટા ચણા, તજ, લવિંગ, તમાલપત્ર, મીઠું, આદુ, મરચાં, લસણની પેસ્ટ, ટામેટા, ડુંગળી, હળદર, લાલ મરચુ પાઉડર, ધાણાજીરૂ, મેંદો, ઘઉંનો લોટ, સોજી, દહીં, બેકિંગ પાઉડર, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, પંજાબી છોલે મસાલો, જીરૂ, તેલ, લીંબુનો રસ, કોથમીર.

છોલે ભટુરે બનાવવાની રીત

ચણાને સારી રીતે ધોઈ 8-9 કલાક પાણીમાં પલાળી દો. પછી કુકરમાં પાણી લઈ તેમાં પલાળેલા ચણા, મીઠું, તજ, લવિંગ, તમાલપત્ર નાખી 4-5 સીટી વગાડીને બાફી લો. ચણા ને ચારણીમાં નીતારી લો.

હવે ગેસ ઉપર પેનમાં તેલ ગરમ કરી જીરું નાખો પછી આદુ, મરચાં, લસણની પેસ્ટ, સુધારેલ ડુંગળી નાખી સાંતળો.

આ પછી હળદર,લાલ મરચું પાઉડર,ધાણાજીરું, પંજાબી છોલે મસાલો નાખી સારી રીતે મિક્સ કરો.

આ પછી ટામેટાં પ્યુરી અને મીઠું નાખી તેલ ઉપર આવે ત્યાં સુધી ઢાંકીને ચડવા દો.

ત્યારબાદ બાફેલા ચણા અને જરૂર મુજબ પાણી નાખો અને સારી રીતે બધુ મિક્સ કરો. બે ચાર મિનિટ સાંતળવા દો. ત્યારબાદ ગેસ બંધ કરી લીંબૂનો રસ અને કોથમીર નાખો. આ સાથે છોલે તૈયાર થઇ જશે.

ભટુરે બનાવવા માટે

હવે ભટુરે બનાવવા માટે કથરોટમાં મેંદો, ઘઉંનો લોટ, સોજી, દહીં, મીઠું, ખાંડ, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ બેંકીંગ પાઉડર અને બેંકીંગ સોડા નાખી બરાબર મિક્સ કરી પાણીથી લોટ બાંધો.

આ લોટને બરાબર મસળીને બે કલાક માટે ઢાંકીને રહેવા દો. ત્યારબાદ લોટને ફરીથી મસળીને એક સરખા લુવા બનાવી લંબગોળ વણી લો.

ત્યારબાદ ગેસ ઉપર કડાઈમાં તેલ ગરમ કરી ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળી લો. આ સાથે ગરમાગરમ ભટુરે બની જશે. તેને છોલે સાથે સર્વ કરો.