ઉનાળાની ગરમીની સિઝનમાં આઇસ્ક્રીમ શરીરને એકદમ ઠંડક આપે છે. તે બાળકોથી લઇને વડીલો બધાને ભાવે છે.
તમે ઘરે પણ બનાવી શકો છો. બિસ્કિટ અને દૂધમાંથી બનતા ચોકલેટ આઈસ્ક્રીમની રેસીપી જણાવી રહ્યા છીએ.
તમારા મનપસંદ ચોકલેટ બિસ્કિટ, દૂધ, ખાંડ, મલાઇ.
દૂધ અને બિસ્કિટમાંથી આઈસ્ક્રીમ બનાવવા માટે સૌ પહેલા તમારા મનપસંદ ચોકલેટ બિસ્કીટ લો.
હવે એક પેનમાં દૂધને ગેસ પર ઉકાળવા માટે મૂકો. દૂધમાં પ્રથમ ઉભરો આવે એટલે તેમાં ખાંડ નાખી દો.
આ પછી તેમાં ચોકલેટ બિસ્કિટ ઉમેરો અને ધીમા તાપે રાંધો. જાડી પેસ્ટ તૈયાર ન થાય ત્યાં સુધી ધીમે-ધીમે હલાવતા રહો.
ઘટ્ટ મિશ્રણ બની જાય પછી તેને ઠંડુ થવા દો અને પછી તેને સેટ થવા માટે લગભગ એકથી બે કલાક માટે ફ્રિજમાં રાખી મૂકો.
આઇસક્રીમ સેટ થઇ જાય એટલે તેને મિક્સરમાં મૂકી ગ્રાઇન્ડ કરી લો. આનાથી આઇસક્રીમને ક્રીમી ટેક્સચર મળી શકે.
મિક્સરમાં આઈસક્રીમ ગ્રાઇન્ડ કરતી વખતે તમે મલાઇ પણ ઉમેરી શકો છો. આ આઇસક્રીમના સ્વાદમાં વધારો કરે છે.
આ પછી આઈસક્રીમ એક ડબ્બામાં મૂકીને તેને ફ્રિજમાં લગભગ 4 થી 5 કલાક અથવા આખી રાત માટે ફ્રીઝમાં રહેવા દો.
તમારો ચોકલેટ આઈસ્ક્રીમ તૈયાર થઇ જશે. તમે તેને સર્વ કરી શકો છો.