ક્રિસમસ તહેવારને હવે ગણતરીના દિવસ બાકી છે ત્યારે મોટાભાગના લોકો 3-4 દિવસ પહેલા તૈયારીમાં લાગી જાય છે, એમાં કેક વગર આ તહેવાર અધૂરો છે, જો તમે પણ ઘરે સ્પેશિયલ મિલ્ક કેક બનાવવા ઇચ્છતા હોવ તો, આ રહી રેસીપી !
અડધો લિટર દૂધ,100 ગ્રામ લો ફેટ પનીરનો ભૂકો, 1 ચમચી એલચી પાવડર
7 ખજૂર પાણીમાં પલાળેલી અને બનાવેલ પેસ્ટ, અડધો સ્કૂપ પ્રોટીન પાવડર, ગાર્નિશ માટે સમારેલું પિસ્તા,1/2 ચમચી ઘી
સૌ પ્રથમ નોન-સ્ટીક કઢાઈમાં દૂધ ઉકાળો અને તેને અડધું થાય ત્યાં સુધી ઉકળવા દો. દર 3-4 મિનિટે મિક્સ કરતા રહો નહીંતર તે ચોંટી જશે
પનીર, એલચી પાવડર, પ્રોટીન પાવડર અને ખજૂરની પેસ્ટ ઉમેરો.
સારી રીતે મિક્સ કરો અને ધીમા તાપે 5-6 મિનિટ સુધી રાંધતા રહો અને વચ્ચે વચ્ચે હલાવો.
ઘી ઉમેરો અને ફરીથી મિક્સ કરો. બીજા 5 મિનિટ સુધી કુક કરો જ્યાં સુધી તમને મિશ્રણ કઢાઈની બાજુઓ છોડીને બ્રાઉન કલરનું ન થાય.
ગ્રીસ કરેલા મોલ્ડમાં સેટ કરો અને પિસ્તાથી ગાર્નિશ કરો (ઓપ્શનલ સ્ટેપ)
મિનિટ માટે રેફ્રિજરેટરમાં રાખો અને તૈયાર છે તમારી ક્રિસમસ સ્પેશિયલ મિલ્ક કેક!
ન્યુ યુર પાર્ટી માટે ઘરે જ રેસ્ટોરન્ટ જેવો સાલસા બનાવો, નાચોઝ સાથે ખાવાની જોર મજા આવશે!