ઉનાળામાં દહીંની ઘણી વાનગી બનાવી શકો છો. જેમાં રાયતું એક ફેમસ છે.
અમે અહીં રાયતું બનાવવાની રેસીપી જણાવી રહ્યા છીએ. જે તમે ઘરે આસાનીથી બનાવી શકો છો.
મોળુ દહીં, લાલ મરચું પાઉડર, જીરા પાઉડર, લીલા ધાણા, બુંદી, કાકડી, લાલ મરચા, ચાટ મસાલો, મીઠું, દળેલી ખાંડ, સંચર.
સૌ પ્રથમ ઘરે દહીં જમાવવું અને પછી તેને સારી રીતે વલોવી લેવું.
આ પછી એક બાઉલમાં દહીં લેવું, તેમાં મીઠું, સંચર અને દળેલી ખાંડ નાખીને સારી રીતે મિક્સ કરી લેવું.
આ પછી તેમાં લાલ મરચા, સમારેલી કાકડી, જીરાનો પાઉડર, લાલ મરચું પાઉડર અને ચાટ મસાલો નાખી ફરી બરાબર હલાવીને મિક્સ કરી લેવું.
ત્યારબાદ તેમાં લીલા ધાણા અને બુંદી નાખવી અને સારી રીતે મિક્સ કરી લેવું
તેને એક સર્વિંગ બાઉલમાં કાઢો અને કોથમીરથી સજાવો.
આ વેજીટેબલ પુલાવ, થેપલા અને પરોઠાની સાથે સ્વાદિષ્ટ લાગે છે.