સેન્ડવીચ મોટાભાગના લોકોને પસંદ પડે છે. તમારા માટે એકદમ અલગ દહીં સોજી સેન્ડવિચ રેસીપી લઇને આવ્યા છીએ.
તે એટલી સ્વાદિષ્ટ બનશે કે તેને વારંવાર ખાવાની માંગણી કરશો. અહીં તેની રેસીપી જણાવી રહ્યા છીએ.
દહીં, બ્રેડ, સોજી, મીઠું, બટર કે તેલ, ડુંગળી, કેપ્સિકમ, લીલા ધાણા, લીલા મરચા, ગાજર, કાળા મરીનો પાઉડર.
આ સેન્ડવીચ બનાવવા માટે એક બાઉલમાં દહીં, સોજી, સમારેલી ડુંગળી, સમારેલા કેપ્સિકમ, સમારેલા લીલા મરચા, સમારેલું ગાજર, મીઠું, લીલા ધાણા અને થોડા કાળા મરી ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.
બ્રેડને બે ખૂણાની વચ્ચેથી કાપીને ત્રિકોણાકાર બનાવી લો. ત્યારબાદ બ્રેડનો એક ટુકડો લો. તેને તૈયાર કરેલા દહીંના મિશ્રણમાં બંને બાજુએથી સારી રીતે લગાવો. તમારે આ જ રીતે બધી બ્રેડ તૈયાર કરવી પડશે.
ત્યારબાદ ગેસ પર મધ્યમ આંચ પર તવો મૂકો અને ગરમ થવા દો. તેમાં થોડું તેલ અથવા બટર ઉમેરો. આ પછી દહીંના મિશ્રણ સાથે બ્રેડનો ટુકડો મુકો.
બંને બાજુએ તેને પલટાવો અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો. તમારી દહીં સોજી સેન્ડવીચ તૈયાર છે.
દહીં સોજી સેન્ડવીચને ચટણી કે સોસ કે ચા સાથે સર્વ કરો.